અંકલેશ્વર: ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણેશજીની મૂર્તિ લાવતી વખતે વીજ તાર ઊંચો કરતા 7ને કરંટ લાગ્યો, 2ના મોત, 5 સારવાર હેઠળ…જુઓ વિડીયો

અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા. 1 યુવાનની હાલત ગંભીર છે. અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ જી.એચ.બી ગ્રુપના ગણેશની મૂર્તિ લાવી રહ્યા હતા. અંદાજિત 26 ફૂટ ઉંચી મૂર્તિ નડતર રૂપ હાઇટેનશન લાઈન વાયર ઉંચા કરતી વેળા કરુણાંતિકા સર્જાય હતી.

હાઈટેશન લાઈનમાં મૂર્તિનું માથું ફસાયું ​​​​

અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના જીએચબી ગ્રુપ દ્વારા સુરત થી મૂર્તિ લાવ્યા બાદ અન્સાર માર્કેટ પાસે ન્યુ ઇન્ડિયા આદર્શ માર્કેટ ખાતે ગોડાઉનમાં મૂકી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે તૈયાર થઇ જતા 4 ફૂટની ટ્રોલી પર મૂકી આજરોજ લાવવામાં આવી રહી હતી તે દરમિયાન આદર્શ માર્કેટ ખાતે પસાર થતી હાઈટેશન લાઈનમાં મૂર્તિનું માથું ફસાય જતા બાબુ વાસ વડે દૂર કરવા જતા વરસાદ વચ્ચે વાયર બાબુ વાસ માંથી સ્લીપ થી વાયર મૂર્તિ પર પડતાજ વીજ કરંટ ઉતાર્યો હતો. જે કંરટ 8 જેટલા યુવાનો લાગતા ત્યાંજ ટ્રોલી અને મૂર્તિ પર ચોંટી ગયા હતા અને સ્થાનિક લોકો દોડી આવી વાયર ઉંચો કરતા યુવાનોનો છુટકારો થયો હતો પરંતુ તે પૂર્વે 2 યુવાનનું મોત થયું હતું જ્યારે એક યુવાનની હાલત અત્યંત ગંભીર જોવા મળી રહી છે. તો 5 યુવાનો સારવાર હેઠળ છે. પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

મૃતકની યાદી

  1. અમિત સોલંકી
  2. કૃણાલ ચૌહાણ

ઈજાગસ્ત યુવાનમાં ગંભીર – કેતનભાઈ
સારવાર હેઠળ- નેવિલભાઈ, કલ્પેશભાઈ, કેયુરભાઈ અને લકીભાઈ તેમજ અન્ય એક યુવાન

ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો

યુવાનો મૂર્તિને હટાવી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં અન્ય યુવાનો વિડીયો ઉતારી રહ્યા હતા. જેમાં સમગ્ર ઘટના કેદ થઇ જવા પામી હતી. અને યુવાનો ટ્રોલી તેમજ મૂર્તિ સાથે રહેલ 8 જેટલા યુવાનો કરંટ લાગતા વાતાવરણ તેમના આક્રંદ થી ગુંજી ઉઠ્યું હતું જે દર્દનાક ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. 5 ફૂટ થી ઉંચી મૂર્તિ સ્થાપન પર પ્રતિબંધ છતાં મંડળોમાં ઉંચી મૂર્તિ લાવવાનો ક્રેઝ સરકાર દ્વારા 5 ફૂટ થી ઉંચી મૂર્તિ સ્થાપન પર પ્રતિબંધ મુક્યો છે. છતાં ગણેશ મંડળો દ્વારા હુંસાતુંસીમાં એક થી ઉંચી મૂર્તિ લાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. અંકલેશ્વરમાં પણ આ ચીલો છેલ્લા 5 વર્ષ થી શરૂ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો