સુરતમાં સંસ્થાઓની પહેલ: વરાછામાં માત્ર છ જ દિવસમાં સાત આઇસોલેશન સેન્ટર ઉભાં કરાયાં, સૌરાષ્ટ્ર પટેલ સમાજે કહ્યું ‘હોસ્ટેલનું દાન પણ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લઈશું’

સુરતીઓ ગમે તેવી આપદા આવી પડે તો તેનો હિંમતભેર સામનો કરવામાં ક્યારેય પાછળ પડયા નથી. કોરોના મહામારીમાં પણ સુરતીઓએ પોતાનો મિજાજ બતાવી દાનનો ધોધ વહેડાવી બે દિવસમાં દર્દીઓ માટે 20 લાખનું દાન કર્યું છે. આ સાથે 1 હજાર લોકો દર્દીઓની સેવા કરવા માટે તૈયાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજે તો ત્યાં સુધી કહ્યું કે, દર્દીઓની મદદ કરવા માટે રૂપિયાની જરૂર પડશે તો હોસ્ટેલ બનાવવા માટે આવલા દાનનો પણ ઉપયોગ કરીશું. હોસ્ટેલ મોડી બને તો ચાલે પણ જીવ બચવો જોઈએ. વરાછાના અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસમાં 7 આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 15 દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લઈને સાજા થયા છે.

શરૂ કરાયેલા આઈસોલેશન સેન્ટર

  • નાના વરાછા કોમ્યુનિટી હોલ
  • મોટા વરાછા કોમ્યુનિટી હોલ
  • ઉત્રાણગામ કોમ્યુનિટી હોલ
  • હીરાબાગ કોમ્યુનિટી હોલ
  • સિંગણપોર કોમ્યુનિટી હોલ
  • કાપોદ્રા સાગર સોસાયટી કોમ્યુનિટી હોલ
  • યોગી ચોક કોમ્યુનિટી હોલ.

દરેક દર્દી પાછળ રોજના 500નો ખર્ચ
7 આઈસોલેશન સેન્ટર મળીને કુલ 200 જેટલા દર્દીઓ દાખલ છે. જેમાં સૌથી વધારે મોટા વરાછા અને સુદામાં ચોકના આઈસોલેશન સેન્ટર ફૂલ થઈ ગયા છે. દરેદ દર્દીને 3 ટાઈમ જમવાનું અને 2 ટાઈમ નાસ્તો આપવામાં આવે છે. દરેક દર્દી પાછળ રોજનો અંદાજે 500 રૂપિયા ખર્ચ થાય છે.

10 ડોક્ટરો વિના મૂલ્યે સેવા આપી રહ્યા છે
અલગ અલગ સમાજના ડોક્ટરો જે તે હોસ્પિટલમાં દિવસ અને રાત નોકરી કરતાં જ હોય છે. તેઓ પોતાની ડ્યુટી પુરી કરીને અલગ અલગ આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવાર કરવા માટે વિના મૂલ્યે આવી રહ્યા છે. દરેક આઈસોલેશન સેન્ટરમાં 10થી વધારે ડોક્ટરો વારા ફરતી સેવા કરવા માટે જાય છે. જેથી તબીબોનું યોગદાન મહત્વનું છે.

દર્દીઓના સંબંધીઓ પણ સેવામાં જોડાયા
કોરોનાથી ડર્યા વગર દર્દીઓની સેવા કરવા માટે હવે લોકો આગળ આવી રહ્યા છે. દરેક સેન્ટર પર 50-50 લોકોની ટીમ વિના મૂલ્યે સેવા આપી રહી છે. આ ઉપરાંત આઈસોલેશન સેન્ટરમાંથી સારા થઈને ઘરે જઈ રહ્યા છે તેમના સબંધીઓ પણ સેવા કરવા માટે લાઈન લગાવી છે. હાલ 1 હજારથી વધારે વ્યક્તિઓ સેવા કરવા માટે લાઈનમાં છે.

દરેક સેન્ટરમાં 30-30 ઓક્સિજન બેડ

દરેક આઈસોલેશન સેન્ટરમાં 30-30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દરેક બેડમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી રકમમાંથી ઓક્સિજનની બોટલો ખરીદી કરવામાં આવી રહી છે.

આઈસોલેશન સેન્ટર પર ભોજનની સુવિધા

હાલ હોસ્પિટલોમાં ખર્ચ વધારે થઈ રહ્યો છે ત્યારે દર્દીઓને શક્ય તેટલી વિના મૂલ્યે સારવાર આપી શકાય તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત આગળ આવ્યું છે. સમાજ દ્વારા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાની કામગીરી શરૂ છે પરંતુ જરૂર પડશે તો હોસ્ટેલ માટે આવેલુ દાન દર્દીઓની સેવા માટે ઉપયોગમાં લઈશું. હાલ 12 આઈસોલેશન સેન્ટર પર જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. – કાનજી ભાલાળા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત, પ્રમુખ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો