સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા, કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર થયા હાજર
કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી ફરજ બજાવી રહ્યાં છે. ડો.દિશા અણદાણી કોરોના દર્દીઓની સારવાર દરિમયાન સંક્રમિત થયા હતા. 14 દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થયા હતા.
એક તરફ જામનગરમાં રહેતા માતા-પિતા અને સિવિલમા ફરજ બજાવતી પત્નીને કોરોના થયો હતો, છતાં ડો.હિરેન અણદાણીએ પોતાની પરિવારની ચિંતા કર્યા વગર સ્મિમેર હોસ્પિટલમાં કોરોના દર્દીઓની રાત-દિવસ સેવા કરી હતી.
ડો.હિરેન આણદાણી જણાવે છે કે, ‘સ્મીમેરની કોવિડ હોસ્પિટલના આઇ.સી.યુ.વોર્ડમાં છેલ્લાં છ મહિનાથી ફરજ બજાવી રહયો છું. મારી પત્નિને અને જામનગરમાં રહેતા મારા માતા-પિતાને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. એમની સાથે વિડિયો કોલ દ્વારા વાત કરી સંતોષ માનવો પડતો. સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ પેશન્ટો પણ મારો પરિવાર છે. જેમને સ્વસ્થ કરવાનો સંકલ્પ કર્યો છે. અમને ગર્વ અને સંતોષ છે.
ડો. દિશા આણદાણી જણાવે છે કે, પતિ સાથે વિડીયો કોલ પર વાત કરી હું કહેતી કે મારી ચિંતા કરશો નહિ, કોરોના દર્દીની નિષ્ઠાપુર્વક સેવા કરજો. કોરોનાને મ્હાત આપી ફરજ પર હાજર થઇ કોરોના દર્દીને સેવા કરી રહી છું. આમારા બંનેનું એક જ ધ્યેય છે કે જ્યાં સુધી સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી અમે પતિ-પત્ની ફરજને પ્રાધાન્ય આપીશું.
પરિવાર પણ કોરોના દર્દીને સેવા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઘરના સભ્યો હિંમતથી કામ કરવા અમારો ઉત્સાહ વધારે છે. આવા અનેક ડોકટરો, આરોગ્ય સ્ટાફ પરિવારની પરવા કર્યા વિના દર્દીઓની સેવા કરી રહયા છે. ધન્ય છે..કોરોના વોરિયર્સને.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 256 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 154 જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23611 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 855 પર પહોંચ્યો છે, તેવામાં આજે 212 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 256 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 154 કેસ નોધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18158 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 102 કેસ સાથે દર્દી સંખ્યા 5453 પર પહોંચી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

