અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી: અંતિમસંસ્કાર બાદ પરિવારને જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. એક પરિવારને મૃતદેહનું મોઢું દેખાડયા વગર અંતિમવિધી કરાવી અને બીજા દિવસે પરિવારને સ્વજન કોરોના નેગેટીવ છે તેવો કોલ કરીને સ્વસ્થ હોવાની વાત કરી હતી. પરિવાર આઘાતમાં છે કે તેમના સ્વજન જીવતા છે કે મૃત્યુ પામ્યા. જો જીવિત છે તો કોની અંતિમવિધિ કરી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરમાં જ્યારે કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે અમદાવાદ સિવિલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. નિકોલ વિસ્તારમાં રહેતાં એક દર્દી દેવરામભાઇ ભીસીકરને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા 28મી તારીખે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે બાદ બીજા દિવસે બપોરે મૃત્યુંના સમાચાર આવે છે અને તે જ દિવસે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે. આ પરિવારને અંતિમ સંસ્કાર પહેલાં પણ દર્દીનું મોઢુ પણ જોવા દેવામાં નથી આવતું. બીજા દિવસે સવારે ફરીથી ફોન આવે છે કે, દર્દીની તબિયત સાજી થતા તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. ત્યારે પરિવાર પણ અસમંજસમાં મુકાઇ જાય છે કે , તેમનું સ્વજન જીવે છે કે મૃત્યુ પામ્યુ છે. જો જીવે છે તો અંતિમ સંસ્કાર કર્યા તે વ્યકિત કોણ હતુ. આ સવાલો વચ્ચે પરિવાર હોસ્પિટલ પહોંચીને તપાસ કરે છે તો ડોકટર ફોન કરવા બદલ માફી માગે છે અને સ્વજન મૃત્યુ પામ્યા હોવાનુ જણાવે છે. પરંતુ આશ્ચર્ય બાબત તો એ છે કે પરિવાર હોસ્પિટલ ઘરે પહોંચે છે ત્યારે ફરી કોલ આવ્યો કે તમારા સ્વજન સ્વસ્થ છે. અને જનરલ વોર્ડમા એડમિટ છે.

દેવરામભાઇનાં પરિવાર પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, અમે હજી અસમંજસમાં છીએ કે, અમારા ઘરનાં મોભી જીવે છે કે નહીં, અમે જેના અંતિમસંસ્કાર કર્યા તે કોણ હતુ. આ બેદરકારીની વચ્ચે સિવિલ હોસ્પિટલની વધુ એક છબરડો પણ સામે આવ્યો. 28મી તારીખે દેવરામભાઈને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જેના બીજા દિવસે 29 મે બપોરે 3.15 કલાકે તેમનું મૃત્યું થયાનાં સમાચાર આવે છે. આશ્ચર્યની બાબત એ છે કે 3.25 મૃત્યુ પામે છે અને 29 મેના રોજ 3.28 કોરોના સેમ્પલ લેવાયા હોવાનો નેગેટીવ રિપોર્ટ આવે છે. પરિવાર પોતાના સ્વજનના મોતના પુરાવા માંગે છે.

સિવિલ હોસ્પીટલ બેદરકારીને લઈને સતત વિવાદમા આવી રહી છે. અગાઉ દર્દીઓના ગુમ થવા, મૃતદેહ પરથી દાગીનાની ચોરી, દર્દીઓના ઈલાજને લઈને અનેક આક્ષેપો થયા હતી. પંરંતુ રહસ્યમય મૃતદેહએ વધુ એક છબરડો સિવિલ હોસ્પીટલનો ખુલ્લો પાડયો છે. સિવિલ હોસ્પીટલ તંત્રના અધિકારીઓ આ મુદ્દે તપાસની વાતો કરે છે. સવાલ એ થાય છે કે શું મૃતદેહ ખરેખર દેવરામભાઈનો જ હતો. કે સિવિલ હોસ્પીટલે અન્ય કોઈ મૃતદેહ સોંપ્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો