અમદાવાદમાં વૃદ્ધ દંપતીની હત્યાથી ચકચાર: વહેલી સવારે ત્રણથી ચાર લોકોએ ઘરમાં ઘૂસી દંપતીની હત્યા કરી નાખી- દીકરો દુબઈમાં રહે છે
અચાનક સવારના ૮.૩૦ વૃદ્ધ દંપતીની હત્યાએ ચકચાર મચાવી છે. આ ઘટના અમદાવાદ ના પોશ વિસ્તાર સોલા માં શાંતિવન પેલેસની છે જ્યાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન એવા અશોક પટેલ અને જ્યોત્સના પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરુ કરી છે.
આ કેસમાં જાણભેદુ શખસોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. જે મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ સાથે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા પણ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસનું પંચનામુ અને FSLની પ્રક્રિયા બાદ બંને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા છે.પોલીસ દ્વારા હવે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.
સોલાના શાંતિવન પેલેસ ના ૨ નબર ના બંગલામાં હત્યા નો બનાવ બન્યો હતો ત્યારે બંગલામાં ૧ માં રહેતા પાડોશી મનિષાબેને જણાવ્યું કે હું રોજ સવારે ચાલવા જઉ છું. ચાલીને પરત આવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય છે અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે..આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા જેથી મેં તેમને પૂછ્યું કે ગીતો કેમ બંધ છે તો તેમણે કહ્યું કે ગાડીમાં મચ્છર આવી જાય છે. જે બાદ હું અંદર ગઈ તો કાકી જોડે વાત થઈ.તેમને કહ્યું કે તું નાહી લે પછી આપણે ચકરી બનાવી.
મનિષાબેન ના કહેવા પ્રમાણે જ્યોત્સના કાકી સાથે આજે ચકરી પાડવાની હતી તો તેમને પણ પૂછ્યું કે કાકી ચકરી પાડવી છે કે પછી? તો કાકીએ કહ્યું કે તું નાહી લે પછી ચકરી પાડીએ, જેથી હું નાહવા ગઈ હતી. નાહીને જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો. અંદર ગઈ તો કાકા બાદમાં નીચેના બેડરૂમમાં કાકા લોહીથી લથબથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા. બનાવ જોતા જ મને ધ્રાસ્કો લાગ્યો અને મેં આસપાસના લોકોને બોલાવ્યા અને મારા મોબાઈલમાંથી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. મારે કાકા-કાકી સાથે ઘર જેવા સબંધ હતા બનાવ બન્યા બાદ હું હચમચી ગઈ છું.
જ્યોત્સના બેન નો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે તેમજ મૃતક દંપતી પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતું. તેમનો ઘરઘાટી હાલ અહીં જ છે. એ ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે. તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફૂલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું સામે આવ્યું છે.
મૃતક વૃદ્ધને ગળું કાપીને રહેંસી નાખવામાં આવ્યા છે. પોલીસ ને વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી છે જ્યારે તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનની લાશ સીડીમાં પડી હોવાની વાત સામે આવી છે.ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો છે. અગાઉ ઘરઘાટી પર શંકા હતી, પણ તે અહીં જ છે, જેથી હવે પોલીસને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે. બીજી તરફ, આ સમગ્ર મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્ય એજન્સીઓ પણ સ્પોટ પર હાજર થઈ ગયાં છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

