વડગામ 105 ગામના બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડાની પ્રથમ દીકરીની બીએસએફમાં પસંદગી થતાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

વડગામ બાવનવાંટા રાજપૂત સમાજના મગરવાડા ગામની દીકરી પ્રથમ બીએસએફમાં પસંદગી પામી છે. બીએસએફમાં પસંદગી થતા અંજલીબાનું સપનું પૂર્ણ થતાં ખુશી જોવા મળી હતી. વડગામ તાલુકાના મગરવાડા ગામના અને પાલનપુરમાં મેવાડા હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દલપતસિંહ સોલંકીની દીકરી અંજલીબા બીએસએફમાં પસંદગી પામતા વડગામ બાવનવાંટા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું હતું. બાવનવાંટા રાજપૂત સમાજમાં 105 ગામમાં મગરવાડાની પ્રથમ રાજપૂત દીકરી બીએસએફમાં પસંદગી પામી હતી.

અંજલીબા વર્ષ 2018 માં ઓનલાઈન પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું.

ત્યારબાદ વર્ષ 2019 માં પ્રેક્ટીકલ લેવાયું હતું. ત્યારબાદ વર્ષ 2020માં મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવી હતી. અને વર્ષ 2021 માં બીએસએફમાં પસંદગી પામી હતી. ત્યારે સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા બીએસએફમાં પસંદગી પામતાં પંજાબ ખાતે ટ્રેનિંગમાં જોડાશે. મગરવાડા ગામ અને બાવનવાંટા રાજપૂત સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું હતું.

અંજલીબાનો એમ.એ. સેમ-2માં અભ્યાસ ચાલુ છે.

અંજલીબાએ ધો-12 સુધી મગરવાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પાલનપુર જી.ડી.મોદી કોલેજમાં એમ.એ.આઈ. અંગેજી વિષય સાથે બી.એ.પૂર્ણ કર્યું હતું.અત્યારે એમ.એ.સેમ-2માં અભ્યાસ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો