ગરમી સામે રક્ષણ માટે અમદાવાદી મહિલાએ પોતાની કારને ગાયનાં છાણથી લીંપી દીધી, દેશભરમાં થઇ રહી છે ચર્ચા

ગરમીથી બચવા માટે લોકો આપણે સપનામાં પણ વિચાર્યા ન હોય તેવા અખતરાં કરતા હોય છે. ટેમ્પરેચર વધવાની સાથે જ લોકો ગરમીથી બચવા માટે કોઈ નવા જુગાડ શોધી લે છે. ફેસબુકમાં એક અમદાવાદની મહિલાએ પોસ્ટ કરેલો ફોટો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. આ મહાશયે ગરમીથી બચવા તેની કારને ગાયનાં છાણથી લીંપી દીધી છે.

છાણનું પ્લાસ્ટર

અમદાવાદ માં રહેતા મુંબઈ થી શિફ્ટ થયેલા શ્રીમતી સેજલબેન શાહ નામની મહિલાએ તેમની આ અનોખી ટોયોટા કારનો ફોટો ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. જેમાં કારના ગ્લાસ સિવાય બાકીના બધા ભાગ પર ગાયના છાણનું લીપણ કરેલું છે. રૂપેશ ગૌરાંગ દાસે આ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેં અત્યાર સુધી ગાયનાં છાણનો આ પ્રકારનો ઉપયોગ ક્યારેય નથી જોયો. આ ફોટો અમદાવાદનો છે, જ્યાં 45 ડિગ્રી ગરમીના ટેમ્પરેચરથી પોતાની કારને બચાવવા માટે મિસિસ સેજલ શાહે તેની પર ગાયનાં છાણનું પ્લાસ્ટર કરી દીધું છે. ખૂબ જ અદ્દભૂત ઠંડકનો પ્રયોગ!

ફોટામાં સેડાન ટોયોટા કાર પર ગાયના છાણનું લેયર જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર તો અમુક લોકો આવી અટપટી પોસ્ટ પર પ્રતિક્રિયા આપવા માટે તૈયાર જ બેઠા હોય છે. એક યુઝરે પૂછ્યું કે, આવું કરવાથી કારના માલિકને ડ્રાઈવ કરતી વખતે ગાયનાં છાણની વાંસ નથી આવતી? તો બીજી તરફ અમુક લોકોએ પૂછી રહ્યા છે કે, કારમાં આ રીતે કુદરતી ઠંડક મેળવવા માટે છાણનાં કેટલા લેયર કરવા પડે?

તેમને પશ્ચિમ ભારતની ૪૫ ડિગ્રી ગરમીથી બચવા પોતાની ટોયોટા ગાડીને બનાવી ગાય આધારિત પ્રાકૃતિક ગાડી.

તેમણે પોતાની ગાડી ઉપર કર્યું દેશી ગાયના છાણનું લીપણ. આથી ૧૫ – ૨૦ ડિગ્રી ગરમી ઓછી લાગે છે અને તેમણે જણાવ્યા પ્રમાણે ગાડીમાં એ સી કરવાની જરૂર પડતી નથી ,જેથી વાતાવરણ ઉપર વધુ બોજ પડતો નથી.

સેતુકભાઈ શાહ ગાડી વિશે ની વધુ માહિતી આપતા કહે છે

“પહેલો હાથ સાદુ છાણ અને ભૂંસા નો હાથ કર્યો, તેમાં સુકાયા બાદ લીંપણ ફાટ્યું. ફરી ગુંદર ઉમેરી બીજો હાથ કર્યો. ખૂબ જ ઘસી ઘસી કરવાથી કલર ઉપર પક્કડ આવી ગઈ છે. કેટલો સમય ટકી શકે એ માટે અમારે પણ પ્રથમ વાર જ પ્રયોગ છે. શુ પરિણામ આવે તે જોઈએ. અમારી ગણતરી ચોમાસા સુધી ની છે, ફરી કરાવવાનો ખર્ચ 1200 થી 1500 રૂપિયા. પણ ગરમીના ઘટાડા માં ખૂબ મોટી અસર ચોક્કસ છે.”

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો