અમદાવાદમાં યુવતીને બચાવવા માટે રિવરફ્રન્ટ ગાર્ડનનો સિક્યુરિટી ગાર્ડ નદીમાં કૂદયો, પણ ડૂબી જવાથી બંનેના મોત

રાજસ્થાનથી બેંકની પરીક્ષા આપવા આવેલી યુવતીએ સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ યુવતીને બચાવવા નદીમાં પડ્યો હતો. જો કે બન્ને જણાના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમે બન્ને જણાના મૃતદેહ બહાર કાઢ્યા હતાં. દરમિયાન આ ઘટનાથી 200 મીટર દૂર એક યુવતી નદીમાં પડી હતી એને એક રાહદારીએ બચાવી લીધી હતી. તેમજ એક પુરુષે પણ ઝંપલાવ્યું હતું. તેને પણ બચાવી લેવાયો હતો.

ફાયરની ટીમ પહોંચે તે પહેલાં જ ડૂબ્યાં

રવિવારે બેંકની પરીક્ષા હોઇ રાજસ્થાનથી મીનાક્ષી નામની યુવતી પરીક્ષા આપવા આવી હતી. બપારે 12.30 વાગે યુવતી સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ ગાર્ડન તરફથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. યુવતીને નદીમાં પડતી જોઇને ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ નીરજરામે પણ નદીમાં કૂદકો માર્યો હતો. જેમાં યુવતી નદીમાં પાણી વધારે હોવાના કારણે નીરજરામ અને યુવતી ડૂબવા લાગ્યા હતાં. આથી ફાયરની રેસ્કયૂ ટીમને જાણ કરાઇ હતી. ફાયરની ટીમ આવે તે પહેલા બન્ને ડૂબી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં રિવરફ્રન્ટ ટ્રાફિક પોલીસના પીઆઇ જે.એચ.પઠાણે જણાવ્યું હતું કે, રવિવારે 4 લોકોએ નદીમાં ઝપલાવ્યું હતું. જેમાં 2ને બચાવી લેવાયા હતા.

આધારકાર્ડથી યુવતી ઓળખાઈ

મૃતક યુવતી પાસેથી આધારકાર્ડ મળ્યું હતું. જેના આધારે યુવતીનું નામ મીનાક્ષી ખૂબચંદ (ઉ.વ 21) (રહે. બાલોતરા, રાજસ્થાન) ઓળખ થઈ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો