કોરોનાના કારણે IPLની આ સીઝન સસ્પેન્ડ કરાઈ, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થયા પછી નિર્ણય લેવાયો

ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય કરાયો છે.

BCCIને બે હજાર કરોડનું નુકસાન

IPLને સસ્પેન્ડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ 2000 કરોડનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો તેા પણ BCCIને કરોડોનું નુકસાન થશે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પહેલા કોલકાતાનો વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર પણ પોઝિટિવ આવ્યા હતા. ચેન્નઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચો પૂર્ણ થઈ, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સીઝનની 30 મેચ નહોતી રમાઈ શકી. ઉલ્લેખનીય છે કે આજે થનારી મુંબઈ-હૈદરાબાદની મેચને લઇને પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

અનેક ઑસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ પહેલા જ કોરોના વાયરસના વધતા કેસોના કારણે પોતાના દેશ પાછા જતા રહ્યા હતા. આમાં એડમ ઝમ્પા, એન્ડ્રુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા. રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને પણ બાયો બબલના થાકથી કંટાળીને ઇંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્ર અશ્વિને પણ 25 એપ્રિલના આઈપીએલથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.

ટૂર્નામેન્ટ પહેલા ઘણા ખેલાડીઓને સંક્રમણ લાગ્યું હતુ

IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો