સમુદ્રમાં જળસ્તર વધવાથી 2050 સુધી મુંબઈના ડૂબવાનો ખતરો, વિશ્વની દોઢ અરબ આબાદી થશે પ્રભાવિત: રિસર્ચ

સમુદ્રમાં વધી રહેલું જળસ્તર 2050 સુધી પૂર્વ અનુમાનિત આંકડાઓથી ત્રણ ગણી વધુ આબાદી(દોઢ અરબ લોકો)ને પ્રભાવિત કરી શકે છે. તેના કારણે ભારતની આર્થિક રાજધાની મુંબઈનો ડૂબી જવાનો ખતરો છે. આ વાત ન્યૂજર્સીના વિજ્ઞાન સંગઠન ક્લાઇમેટ સેન્ટ્રલની શોધમાં સામે આવી છે. જોકે આ સંશોધનમાં ભવિષ્યની જનસંખ્યા વૃદ્ધિ અને તટીય ધોવાણ સામેલ નથી.

રિપોર્ટમાં કહેવાયું છે કે લેખકોએ ભૂમિની ઉંચાઇની ગણના માટે સેટેલાઇટ રીડિંગના આધારે એક ચોક્કસ પદ્ધતિ વિકસિત કરી છે. મોટા વિસ્તારોમાં સમુદ્રના સ્તરના પ્રભાવનું આંકલન કરવા માટે આ એક ખૂબ સારો ઉપાય છે. તેમાં સામે આવ્યું કે આ પહેલાની ગણતરી હકીકતથી વધારે દૂર હતી.

નવી રિસર્ચ પ્રમાણે, દોઢ અરબ લોકો 2050 સુધી ઉચી ભરતીની ચપેટમાં આવી શકે છે. રિસર્ચની નવી સંભાવના અનુસાર, ઘણા ટાપુઓથી નિર્મિત મુંબઈ સંપૂર્ણ રીતે ડૂબી જાય તેવી શક્યતા છે. ખાસ કરીને શહેરનું ઐતિહાસિક નિચલું શહેર વધુ સંવેદનશીલ છે.

નાગરિકોને અન્ય સ્થાન પર વસાવવા પડશે- ડીના લોનેસ્કો

ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના પ્રમુખ ડીના લોનેસ્કોએ કહ્યું, ”આ શોધનું નિષ્કર્ષ એ જ છે કે આ દેશોને તેમના નાગરિકોને નવા સ્થાને વસાવવાની તૈયારી શરુ કરી દેવી જોઇએ. અમે ખતરાની ઘંટડી વગાડવાની કોશિષ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે સમય નજીક આવી રહ્યો છે. અત્યારના સમયમાં લોકોને અન્ય સ્થાનો પર લઇ જવાના ઓછા ઉદાહરણ જોવા મળ્યા છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો