ગાંધીનગરમાં મોડી રાત્રે થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, એક યુવકનું મોત, એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો.

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો (CCTV Footage Gandhinagar) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે મારામારીમાં કેતનસિંહ પૃથ્વીસિંહ ગોહિલ (ઉં.વ. 24) પર છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું મોત થયું છે. જ્યારે અભિમન્યુસિંહ મહેન્દ્રસિંહ રાઠોડને શરીરનાં પાછળના ભાગે તીક્ષ્ણ હથિયાર ભોંકી દેવાયું હતું. આ ઉપરાંત તેને આંગળી અને મોઢાના ભાગે પણ ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરમાં ઇન્ફોસિટી વિસ્તારમાં અપના અડ્ડા રેસ્ટોરન્ટ પાસે એક યુવકની હત્યા થઈ છે. યુવકો વચ્ચે મારામારી થઈ હતી. મારામારી કયા મુદ્દે થઈ હતી તે જાણવા મળ્યું નથી. આ મામલે પોલીસે વધારે તપાસ શરૂ કરી છે.

આ મામલે નિવેદન આપતા ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, “ઇન્ફોસિટી પાસે રિલાયન્સ ચોકડી પાસે ઓનેસ્ટ અને અપના અડ્ડા પાસે એક યુવકની હત્યા થઈ છે. જ્યારે એક યુવક ગંભીર હાલતમાં ઘાયલ થયો છે. યુવકો યુવકો વચ્ચે થયેલા ઝઘડામાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આ મામલે ગુનો નોંધીને પોલીસ, એલસીબી અને એસઓજી ટીમ તપાસ કરી રહી છે.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો