સુરતમાં ધોરણ 8ની તરૂણીએ દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો, પીએમ રીપોર્ટ સાંભળી માતા-પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ

સુરત શહેરમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ એક વિધાર્થીના આપઘાત બાદ વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ વિધાર્થીનીના આપઘાત બાદ પીએમમાં તરૂણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતા માતા-પિતા પણ ચોંકી ગયા હતા અને આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.

સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે ત્યારે, સાઇકલ ચલાવવા બાબતે પરિવારે ઠપકો આપતા વિધાર્થીના આપઘાતની ઘટના બાદ વધુ એક વિધાર્થીનીએ આપઘાત કરી લીધો છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલ ઉન પાટિયા પાસે ઓરિસ્સાવાસી પરિવાર રહે છે. પરિવારના મોભી અંકલેશ્વર ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં એક પુત્ર અને ચાર દીકરીઓ છે.

પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે પિતા પુત્રી પાસેથી રૂપિયા 200 લઇને શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી તેમના મકાનના બીજામાળે લટકતી હાલતમાં મળી આવી હતી. 14 વર્ષની પુત્રી જે ધોરણ 8 અભ્યાસ કરે છે, તેણે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો હતો. જોકે પરિવાર દ્વારા આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનો દાખલ કરી આ કિશોરીનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે તબીબે આ કિશોરીના હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે.

પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ત્યારે આ કિશોરી કોઈ યુવકના પ્રેમમાં હશે અને તેની સાથે શરીર સંબંધ બાદ ગર્ભ રહી જતા પરિવારને આ બાબતે જણકારી મળી જશે તે બીકે આ કિશોરીએ આપઘાત કરી લીધો હોવાની પોલીસ શંકા સેવી રહી છે અને તે દીશામાં પણ તપાસ શરુ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો