કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલને સ્કૂલો ખોલવાનું પડ્યું ભારે, 301 બાળકો અને સ્કૂલના સ્ટાફને થયો કોરોના

ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિક્ટેડ એવા દેશોમાંથી છે, જ્યાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્કૂલના બાળકોને કોરોના થયો

ટાઈમ્સ ઓફ ઈઝરાયલની રિપોર્ટ મુજબ, સ્કૂલ ખોલ્યા બાદ દેશમાં 301 વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ ઈઝરાયલના શિક્ષણ વિભાગે અત્યાર સુધી 87 જેટલી સ્કૂલોને બંધ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા 13,696 લોકોને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

એક્ટિવ કેસોમાં ઉછાળો

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલમાં સ્કૂલોને પાછલા મહિને શરૂ કરવામાં આવી હતી. જેમાં શરૂઆતમાં ક્લાસમાં 60 ટકા બાળકો હાજર રહ્યા હતા. આ બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવવા લાગ્યો. હાલમાં 2191 એક્ટિવ કેસ છે અને કુલ કેસનો આંકડો 17,495 સુધી પહોંચી ગયો છે. જેમાંથી 30ની સ્થિતિ ગંભીર છે. 23 લોકો વેન્ટીલેટર પર છે, બાકીના 33 લોકોની સ્થિતિ સામાન્ય છે.

સ્કૂલો ફરીથી બંધ કરાઈ

ઈઝરાયલમાં અચાનક નવા કેસ આવ્યા બાદ રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ સ્કૂલોને અનિશ્ચિતકાળ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત તેમણે જ્યાં સુધી સ્કૂલ સાથે જોડાયેલો સ્ટાફ કે બાળક કોરોના સંક્રમિત હશે ત્યાં સુધી એકપણ સ્કૂલો ખોલવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો