બેફામ વિકાસ: સોનગઢના આ ગામની શાળામાં ઓરડા વધારવાની જરૂરિયાત છે ત્યારે નવા વોશરૂમ ઠોકી દેવાયા, 26 વિદ્યાર્થી માટે છે 2 જ ક્લાસ રૂમ જ્યારે વોશરૂમ 13

સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અહીં ખપાટિયા ગામની વર્ગશાળામાં હાલ માત્ર બે જ ઓરડા છે, જ્યારે આ ઓરડાની સામે જ નવા 10 વોશરૂમ ચણી દીધા છે. શાળામાં અગાઉ થી જ શાળામાં 3 વોશરૂમ હતા જ અને એમાં 10નો ઉમેરો થતાં હવે અહીં 26 બાળકો માટે 13 વોશરૂમની વિશેષ સવલત અપાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોનગઢ તાલુકાના મલંગદેવ પંથકમાં આવેલ ખપાટિયા ગામ સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ છે. ગામમાં તાપી જીલ્લા પંચાયત સંચાલિત વર્ગશાળા આવેલ છે એમાં 26 બાળકો ભણે છે. હાલ શાળામાં ધોરણ 1થી 5ના બાળકોને બે ઓરડામાં મિક્ષમાં બેસાડવા પડે છે. શાળામાં વધુ ઓરડાની જરૂરિયાત છે. આ અંગે અવારનવાર રજુઆત થઈ છે. જોકે શાળામાં ઓરડાની જરૂરિયાત ધ્યાને લેવાના બદલે સરકારી તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરી નવા દસ જેટલા વોશરૂમ બનાવી ભણતર કરતાં ચણતરને વધુ મહત્ત્વ આપ્યું હોય તેવું લાગે છે.

ઓરડા વધારવાની જરૂરિયાત છે ત્યારે વોશરૂમ ઠોકી દેવાયા
હાલ શાળામાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. અહી શાળામાં માત્ર બે જ ઓરડાની વ્યવસ્થા છે. ધોરણ 1 અને 2 પ્રથમ ઓરડામાં જ્યારે ધોરણ 3, 4 અને 5નું ભણતર બીજા ઓરડામાં ચાલી રહ્યું છે.શાળામાં ઓરડાની ઘટના કારણે વાલીઓ અહીં શાળામાં બાળકોને અભ્યાસ માટે મોકલવાના બદલે આસપાસના ગામોમાં મોકલી રહ્યા છે.શાળાના જ્યારે ઓરડાની તાતી જરૂરિયાત છે ત્યારે બિનજરૂરી વોશરૂમ ઠઠાડી દેવાયા છે.

શાળામાં દર બે વિદ્યાર્થી વચ્ચે એક વોશરૂમ
હાલ ખપાટિયા ગામની શાળામાં માત્ર 26 બાળકો અભ્યાસ કરી રહ્યા છે જ્યારે શાળામાં કુલ 13 વોશરૂમ ઉભેલા જોવા મળી રહ્યા છે.આમ સરકારી તંત્રે શાળામાં ભણતા દર બે વિધાર્થી વચ્ચે એક વોશરૂમ બનાવી દઈ અંતરિયાળ ગામડાઓના વિસ્તારોમાં થતા વિકાસ કામો કેવા થાય છે એનું ઉદાહરણ રજૂ કર્યું છે એમ કહેવાય તો ખોટું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો