શું તમે ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જુઓ આ 2 વર્ષની વાંદરી ‘લક્ષ્મી’ રોજ સરકારી સ્કૂલમાં આપે છે હાજરી અને વિદ્યાર્થીઓ સાથે કરે છે લંચ

વાંદરાનાં તોફાન વિશે તો તમે સાંભળ્યું હશે, પણ શું ક્યારેય વાંદરાને સ્કૂલે જતો જોયો છે? જી હા, આંધ્ર પ્રદેશમાં કુરનૂલ જિલ્લાના વેંગલમ્પલી ગામની સરકારી શાળામાં રોજ એક વાંદરું હાજરી આપે છે.

શાળામાં વિદ્યાર્થીઓ સાથે લંચ પણ કરે છે 

આ સરકારી સ્કૂલમાં હેડમાસ્ટરને ગણીને કુલ બે ટીચરનો સ્ટાફ છે. હેડમાસ્ટર સૈયદ અબ્દુલ લતીફ ખાને કહ્યું કે, સરકારી સ્કૂલમાં પૂરતી સુવિધા અને ટીચરના અભાવને કારણે માંડ 60 વિદ્યાર્થીઓ ભણવા આવે છે. આ વિદ્યાર્થીઓ સ્કૂલે રેગ્યુલર આવતા નથી પણ છેલ્લા 2 અઠવાડિયાંથી એક વિદ્યાર્થી ચોક્કસ સ્કૂલે આવે છે. આ વિદ્યાર્થી કોઈ માણસ નહીં પણ ‘લક્ષ્મી’ નામની વાંદરી છે. બે વર્ષની લક્ષ્મી રોજ સ્કૂલના સમયે ક્લાસમાં આવી જાય છે. તેને ભલે ટેક્સ્ટબુકમાં કંઈ ખબર ન પડતી હોય પણ ધ્યાનથી એમાં જુએ છે. સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે રમે છે અને લંચ પણ તેમની સાથે કરે છે.

‘પ્રાર્થના કરવા વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી જાય છે’

લતીફ ખાને મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમારે ગામની બાજુનાં જંગલમાં ત્રણ વાંદરાં રહેતાં હતાં. જેમાં 2 વાંદરાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. હવે આ લક્ષ્મી એકલી પડી ગઈ હોવાથી અમારી સાથે સ્કૂલમાં આવે છે તેવું મને લાગી રહ્યું છે. ક્લાસમાં કોઈ વિદ્યાર્થી લક્ષ્મી કહીને બૂમ પાડે તો તે તરત જ રિસ્પોન્સ કરે છે. લક્ષ્મી સવારે રેગ્યુલર સ્કૂલે આવી જાય છે, પ્રાર્થના કરવા વિદ્યાર્થીઓ સાથે ઊભી રહી જાય છે. ટેક્સ્ટબુકમાં જો તેને કોઈ ઇન્ટરેસ્ટિંગ ફોટો દેખાઈ જાય તો તે તેને નીરખીને જોયા જ કરે છે.

લક્ષ્મી સાથે કર્યો હતો ચોકનો પ્રયોગ

લક્ષ્મીનો અભ્યાસ પ્રત્યેનો લગાવ જોઈને અમે એકવાર તેને ચોક આપ્યો હતો. પણ તેણે બોર્ડ પર લખવાને બદલે મોંમાં ભરાઈ દીધો. તે ખાઈ જાય તે પહેલા અમે ચોક તેની પાસેથી છીનવી લીધો.

‘હું લક્ષ્મીનો આભારી છું’

અંતમાં હેડમાસ્ટરે કહ્યું કે, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવાનું ટાળતા હતા તે લોકો રોજ સ્કૂલે આવે છે. લક્ષ્મી સાથે તેઓ ભળી ગયા છે. લક્ષ્મી સ્કૂલે શા કારણે આવે છે એ તો મને ખબર નથી પણ હું જિંદગીભર લક્ષ્મીનો આભારી રહીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો