કોરોનાકાળમાં દેશના આ રાજ્યમાં 8મા ધોરણ સુધીની સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ થોભવાનું નામ લઇ રહ્યા નથી. શુક્રવારના રોજ દેશમાં કોવિડ-19 પોઝિટિવ દર્દીઓની સંખ્યા 95.71 લાખને પાર પહોંચી ગઇ છે. તેમાંથી 90 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂકયા છે. મધ્ય પ્રદેશ (MadhyaPradesh) માં પણ કોરોનાનો ચેપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજ્યની શિવરાજસિંહ ચૌહાણ (ShivrajSingh Chauhan) સરકાર આ મહામારીથી બચવા માટે અનેક જરૂરી પગલાં લઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શાળાઓ ખોલવાનો મોટો નિર્ણય લીધો છે.

1 થી 8 ધોરણ સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી બંધ રહેશે

શિવરાજ સરકારે નિર્ણય કર્યો છે કે નર્સરીથી આઠમ ધોરણ સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી બંધ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં આવતા પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ શુક્રવારે શિક્ષણ વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર સહિતના વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. દરમિયાન સરકારે 31 માર્ચ સુધી નર્સરીથી 8 મી સુધીના વર્ગો શરૂ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

બોર્ડની પરીક્ષા પાંચમા અને આઠમા ધોરણની લેવાશે નહીં

રાજ્ય સરકાર દ્વારા શાળાઓ ખોલવા અને વર્ગ ચાલુ કરવાની અંગેની નવી માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી હતી. તેના મુજબ નર્સરીથી આઠમ ધોરણ સુધીના વર્ગો હવે નવા શૈક્ષણિક સત્રથી એટલે કે 1 એપ્રિલ, 2021 થી શરૂ થશે. તેમજ ચાલુ શૈક્ષણિક સત્રનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વર્કના આધાર પર કરાસે. 5મા અને 8મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવાશે નહીં.

ધોરણ 10 અને 12ના કલાસીસ ટૂંક સમયમાં શરૂ થશે

વહેલામાં વહેલી તકે ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના મતે તેમની બોર્ડની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. 9મા અને 11મા ધોરણના વર્ગના વિદ્યાર્થીઓ જો જરૂરી હોય તો અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર શાળાએ જઇ શકે છે. મુખ્યમંત્રી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાંક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોની બદલી માટેની નવી નીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો