શરમજનક ઘટના: બનાસકાંઠામાં ગરીબોના હકનું અનાજ પશુદાણના થેલામાં ભરીને સગેવગે કરાતા ઝડપાયું

બનાસકાંઠાના થરાદમાં સસ્તા અનાજની દુકાન પર વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોરોનાની મહામારીમાં પણ લોકો ગરીબોના ભાગ્યનું અનાજ ખાઈ રહ્યા છે.

રવેલ ગામની સસ્તા અનાજની દુકાનનો જથ્થો પશુદાણની બોરીમાંથી ઝડપાયો

પશુદાણની બોરીમાં ભરીને જથ્થો માર્કેટમાં વેંચવા જઈ રહ્યા હોવાની શંકા
મામલતદારની ટીમે 20 બોરી જથ્થો ઝડપીને તપાસ માટે FSLમાં મોકલ્યો
બનાસકાંઠાના થરા માં સસ્તા અનાજની દુકાનનો રેશનિંગ નો જથ્થો બારોબાર સગેવગે થતા ઝડપાઇ ગયો છે. જેમાં મામલતદારે ઘઉંના નમૂના લઈ એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

ગરીબો ના હક નો ઘઉંને પશુદાણ ની બોરી માં ભરી માર્કેટમાં વેચવા મોકલ્યા

કોરોના મહામારી ના સમયમાં પણ કેટલાક લોકો ગરીબોના હકનું અનાજ છીનવી લેતાં અચકાતા નથી. કાંકરેજ તાલુકાના થરા માં પણ રવેલ ગામની સસ્તા અનાજ ની દુકાન નો રેશનિંગ નો જથ્થો બારોબાર માર્કેટમાં વેચવા જતા ઝડપાઈ ગયો છે .દુકાનના સંચાલકે ગરીબો ના હક નો ઘઉંને પશુદાણ ની બોરી માં ભરી માર્કેટમાં વેચવા જઇ રહ્યો હતો.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય દુકાનદારો માં ફફડાટ

જોકે આ અંગે જાણ થતા જ ગામના મહિલા સરપંચ ના પતિએ જાણ કરતા જ મામલતદાર ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને છોટા હાથીમાં ભરેલો 20 બોરી ઘઉંનો જથ્થો ઝડપી પાડી ઘઉંના નમૂના લઇ એફએસએલમાં મોકલી આપ્યા છે, તેમજ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અન્ય દુકાનદારો માં ફફડાટ ફેલાયો છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો