સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો, વહુને પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો મળશે અધિકાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court Of India) કાલે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે વહુના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દેશની વડી અદાલતે મહત્વના ચુકાદામાં કહ્યું છે કે, ઘરેલુ હિંસા (Domestic Violence) અધિનિયમ અંતર્ગત બહુને પોતાના પતિના માતા-પિતાના ઘરમાં રહેવાનો અધિકાર છે.

જસ્ટિસ અશોક ભૂષણ (Justice Ashok Bhushan)ની અધ્યક્ષતા હેઠળની ત્રણ ન્યાયાધીશોની પીઠે તરૂણ બત્રા સહિત બે ન્યાયાધીશોની પીઠના નિર્ણયને પલટી નાખ્યો હતો.

તરૂણ બત્રા કેસમાં બે જજોની બેંચે કહ્યું હત્તું કે, કાયદામાં દિકરીઓ, પોતાના પતિના માતા-પિતાના સ્વામિત્વ વાળી સંપત્તિમાં ના રહી શકે. જેનો અર્થ હતો કે, પતિના માતા-પિતાની સંપત્તિમાં પત્નીનો ભાગ ના હોઈ શકે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા હેઠળની ત્રણ જજોની બેંચે તરૂણ બત્રાના નિર્ણયને ફેરવી તોળતા 6-7 સવાલોના જવાબ પણ આપ્યા હતાં. કોર્ટે કહ્યું હતું કે, પતિની જુદી જુદી સંપત્તિમાં જ નહીં પણ સહિયારા ઘરમાં પણ પત્નીનો અધિકાર છે જ.

ઉલ્લેખનીય છે કે, પારિવારિક બાબતોમાં દેશની વડી અદાલતનો આ નિર્ણય ખુબ જ મહત્વનો અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ ચુકાદાથી લાખો મહિલાઓને પતિના માતા-પિતાની સહિયારી સંપત્તિમાં ભાગ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો