SBIએ ગ્રાહકોને કર્યા અલર્ટ, ફક્ત 1 SMS તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો અને શેર કરો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને ઈન્કમટેક્સ રિફંડના નામે થઈ રહેલી છેતરપિંડી અંગે ચેતવણી આપી છે. ટેક્સ રિફંડના નામે આ પ્રકારની છેતરપિંડી ટાળવા માટે SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, તેઓ મેસેજમાં આપવામાં આવેલી એવી કોઇપણ લિંક પર ક્લિક ન કરે જ્યાં તેમને ટેક્સ રિફંડ માટે રિક્વેસ્ટ નાખવાની વાત કહેવામાં આવી હોય. છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકોને આવા મેસેજ આવી રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આપેલી લિંકને ક્લિક કરીને તમે તમારાં આવકવેરા રિફંડ વિશે માહિતી મેળવી શકો છો.

SBIની ટ્વીટ

SBIએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, ‘શું તમને પણ આવકવેરા વિભાગના નામે રિફંડ માટે ફોર્મલ રિક્વેસ્ટ નાખવાનો મેસેજ આવી રહ્યો છે? આ મેસેજ તમને છેતરવા માટે મોકલવામાં આવ્યો છે. તમે આવા મેસેજ અવગણો અને તરત જ આવા મેસેજની જાણ કરો.’

વીડિયોના માધ્યમથી ગ્રાહકોને જાગ્રત કર્યા

આ ટ્વીટમાં SBIએ એક એનિમેટેડ વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેમાં એક ગ્રાહકને ઇન્કમ ટેક્સ રિફંડના નામે મેસેજ આવે છે. આ વીડિયોમાં ગ્રાહકને જાણકારી આપવામાં આવે છે કે કેવી રીતે કેવા પ્રકારના મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી ફ્રોડ થઈ શકે છે. આ વેબસાઇટ દ્વારા ગ્રાહકોને તેમનાં અકાઉન્ટ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી ભેગી કરીને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે.

છેતરપિંડી કરનારાઓ આવી યુક્તિઓ અજમાવે છે

ફિશીંગ ટેક્નિકની મદદથી આવી છેતરપિંડી કરવામાં આવે છે. તેમાં એક ફેક વેબસાઇટ બનાવવામાં આવે છે, જે જોવામાં ઓરિજિનલ વેબસાઇટ જેવી જ લાગે છે. આ વેબસાઇટની મદદથી ગ્રાહકો પાસેથી તેમની આવશ્યક માહિતી એકત્રિત કરવામાં આવે છે. SBIએ ગ્રાહકોને કહ્યું છે કે, આવી કોઈ પણ લિંક પર ક્લિક ન કરો અથવા તેમના ખાતા સાથે સંબંધિત કોઈની માહિતી કોઈની સાથે શેર ન કરો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો