5500 કરોડની કંપનીના માલિકે ગરીબો માટે 3 પહાડ ચઢીને ગામમાં પ્રિતીભોજન કરાવ્યું

ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યની સરહદને અડીને તીનસમાળ ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ મહેલાતોમાં રહેતા સવજીભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાના 5 મિત્રો સાથે લઈને સુરતથી 230 કિમી દૂર તિનસમાળ ગાડી હંકારીને પહોંચી ગયા. ગામમાં પ્રવેશતાં જ સાથે લાવેલી ચાદરો, સાડીઓ, મીઠાઈ-બિસ્કિટના પેકેટ વહેંચવા લાગ્યા. ગામની કઠણાઈઓ નજર સામે જોઈને સવજીભાઈનો સેવાભાવ જાગૃત થઈ ગયો.

મહિનામાં માંડ બે વાર આવતા બે શિક્ષકો હવે નિયમિત શાળાએ આવતાં થઈ ગયા

તેમણે તાત્કાલિક ગામમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી, કૃષીવિષયક સમસ્યાઓ દૂર કરવાની તૈયારી દર્શાવી દીધી. જિલ્લા પંચાયતની સરકારી સ્કૂલને ડિજિટલ બનાવવાનું ફંડ પણ જાહેર કરી દીધું. આ સાથે જ વિસ્તારના એમએલએ અને કલેક્ટરની પણ મુલાકાત લઈને ગામ માટે શક્ય તમામ મદદની તૈયારી દર્શાવી છે.

સુરતી ‘હીરો’ હવે અંતરિયાળ ગામ ‘તીનસમાળ’ને ચમકાવશે

અખબારી પહેલ જ દેશ બદલી શકે

આ ગામમાં એક જ દિવસમાં મને આત્મિક આનંદ મળ્યો છે. આદિવાસીઓનું પુનર્વસન જરૂરી છે. હું ઇમરજન્સી મદદ કરી રહ્યો છું. આ માટે લોકોનો સહયોગ જરૂરી છે. ભવિષ્યમાં જરૂરી તમામ મદદ કરાશે. ગામને હિલ સ્ટેશન તરીકે વિકસાવીને સ્થાનિક રોજગાર ઉપલબ્ધ કરી શકાય એમ છે. મીડિયા આ રીતે રિપોર્ટિંગ કરે તો દેશની તસવીર જલદી બદલાઈ જશે. – સવજી ધોળકિયા, ચેરમેન, હરિકૃષ્ણ એકસપોર્ટ, સુરત

આ સુવિધાના વચન

-ગામનો વિકાસ, રસ્તા-રોડ – ગ્રામજનો માટે વોટર ફિલ્ટર – 30 યુવકોનાં લગ્ન, નોકરી, નિવાસ અને ભોજન – લોકોને આરોગ્ય કિટ – ખેતી માટે 10 જોડી બળદ તથા અન્ય પશુ – સોલર પંપની મદદથી પાઈપલાઈન દ્વારા પાણીનું સપ્લાય – નાનામોટા વ્યવસાય કરવા વિશેષ પ્રશિક્ષણ – મહિલાઓ ગૃહ ઉદ્યોગમાંથી અલગ-અલગ વસ્તુ તૈયાર કરશે, જેનું સુરતીઓ માર્કેટિંગ કરશે – શાળામાં શુદ્ધ પાણી, સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો,પેન, નોટબુકની કિટ સહિતની સંપૂર્ણ સહાય.

ભાસ્કરે અમારી વેદના સમજી

ગામના આદિવાસી પુનર્વસની માંગ છેલ્લા 27 વર્ષથી કરી રહ્યા છે. મૂળભૂત સુવિધાઓ માટે અનેક વર્ષથી સંષર્ઘ ચાલી રહ્યા છે. દોઢ મહિના પહેલા દિવ્ય ભાસ્કરે અમારી વેદના અખબારમાં પ્રસિદ્ધ કરી હતી. આ અહેવાલના પરિણામે અમારા ગામમાં સવજીભાઇ નામના દાતા આવી પહોંચ્યા હતા. – તાનાજી પાવરા, ગામના અગ્રણી.

સવજીભાઈ અને મિત્રોએ કરાવ્યું પ્રીતિ ભોજન

ઘરમાં નોકરોના હાથે ભોજન કરતા સવજીભાઈ અને મિત્રોએ ગામના લોકોને જાતેે હાથમાં તપેલા લઈને સૌને પ્રેમથી જમાડ્યા. ગામના દાદીએ પણ તેમને આશિર્વાદ આપ્યા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો