ધૈર્યરાજના ઇન્જેક્શન માટે એકઠા થયા 8 કરોડ રૂપિયા, ‘બાલવીર’એ વિડિયો દ્વારા કરી મદદની અપીલ

ત્રણ મહિનાના માસુમ ધૈર્યરાજસિંહને (DharamRajsinh Rathod) બચાવવા માટે 16 કરોડ રૂપિયાની જરૂર છે. ત્યારે બીજી તરફ ધૈર્યરાજ સિંહની મદદ અર્થે એકત્ર થયેલ ભંડોળનો આંક 8 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે કે 50 ટકા સુધીનું ભંડોળ ધૈર્યરાજ સિંહ માટે એકત્ર થઇ ચૂક્યું છે. ત્યારે ધૈર્ય રાજ સિંહ ની મદદ કરવા માટે એક બાદ એક સેલિબ્રિટી મેદાને આવી રહ્યા છે.

ત્યારે સબ ટીવી (Sab TV) પર વર્ષ 2012 થી શરુ થયેલ બાલવીર (Balveer) સિરિયલ ના લીડ એક્ટર દેવ જોશી (Dev Joshi)એ ધૈર્ય રાજ સિંહ ને મદદ કરવા લોકોને અપીલ કરી છે. દેવ જોશી દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં દેવ જોશી કહે છે કે મહિસાગર જિલ્લાના ધૈર્ય રાજ સિંહ રાઠોડ નામના બાળકને SMA 1 ટાઇપ ની બીમારી છે.

આ બાળકની સારવાર માટે કરોડો રૂપિયાની જરૂર છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ આ વીડિયોને વધુમાં વધુ શેર કરો તેમજ આપના ઓળખીતાઓ ને વિનંતી કરો કે તેઓ પણ આ બાળકની મદદ કરે. બાળકને સારવાર મળી રહે તે માટે ડોનેશન આપે.

ત્યારે હાલ બાલવીર ઉર્ફે દેવ જોશી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહ્યો છે. મોટા પ્રમાણમાં વિડિયો છે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. લોકો દેવ જોશી નો વિડીયો જોયા બાદ ધૈર્ય રાજ સિંહ રાઠોડ ના સારવાર અર્થે ડોનેશન પણ આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિનાના માસુમ બાળકને બચાવવા માટે અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટી સામે આવી ચૂક્યા છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજા ના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ માસુમ બાળકને બચાવવા માટે ડોનેશનની અપીલ કરી ચુક્યા છે.

તો બીજી તરફ રાજદીપસિંહ રીબડા પણ માસુમ બાળકને બચાવવા માટે ડોનેશન ની અપીલ કરી ચૂક્યા છે. તેમજ લાખો રૂપિયાનું દાન તેમના દ્વારા પણ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો