સાવરકુંડલાના 95 વર્ષના મનુદાદાએ કોરોનાને આપી મ્હાત, કહ્યું ’રસીના બે ડોઝે કમાલ કર્યો’

સાવરકુંડલાના 95 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી દીધી છે. આજથી દસેક દિવસ પહેલા સાવરકુંડલાના ખડસલીમાં રહેતા 95 વર્ષના વૃદ્ધ મનુદાદા મહેતાને કોરોના પોઝિટિવ આવતા તેમને લલ્લુભાઈ શેઠ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કોન કેર સેન્ટરના મુખ્ય ડોક્ટર અરવિંદ શર્માએ મનુદાદાને તપાસી અને દરેક પ્રકારની સારવાર ચાલુ કરી હતી અને તેમના શરીરમાં પણ અન્ય બીમારીઓ હતી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ અને હોસ્પિટલ સ્ટાફની સેવા અને સારવારથી ફક્ત દસ દિવસના ટૂંકાગાળામાં કોરોના પર વિજય મેળવવા મેડિકલ સ્ટાફને સફળતા મળી છે. જેમાં કોરોના રસીના બે ડોઝ લીધા હતા તે પણ નોંધપાત્ર બાબત ગણાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાની જીવલેણ બીમારીથી બચીને પરત ઘરે ફરેલા મનુદાદાને હોસ્પિટલ સ્ટાફ અને પરિવારે નવી જિંદગી મળી એટલે ફૂલડે વધાવી નિવાસ્થાને પ્રવેશ કરાવ્યો પોતાનો અનુભવ અને આત્મવિશ્વાસ સાથે ખડખડાટ હસતા આ 95 વર્ષીય મનુદાદાએ પરિવાર સાથે અને પોતાના કાર્યકરો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, કોરોના ઉપર વિજય મેળવવાનો પ્રથમથી જ તેમનો આત્મવિશ્વાસ હતો. આ ઉપરાંત શરીરની અન્ય બીમારીઓ પણ દૂર થઈ જશે. તેવા આત્મવિશ્વાસ સાથે તેઓ અનેક લોકોને અપીલ કરી રહ્યા છે કે, મેં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે, જે મને બચાવવામાં મુખ્ય મદદગાર બન્યા છે. તમે પણ જ્યારે સમય મળે ત્યારે વેક્સિનના બે ડોઝ પૂરા કરજો. આમ આ મહામારીથી અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે કોરોનાથી બચીને 95 વર્ષની વયે પણ દસ દિવસના ટૂંકાગાળામાં ખડખડાટ હસતા મનુદાદાની વાતને નજરઅંદાજ કરી શકાય નહીં.

અતુટ મનોબળ અને લલ્લુભાઈ શેઠ સેન્ટરના સ્ટાફની મહેનત રંગ લાવી છે અને 95 વર્ષે પણ કોરોનાને મ્હાત આપી ખડખડાટ હસતા મનુદાદા ઘરે પરત ફર્યા છે તેમના પરિવારને ગૌરવ છે.

કોરોનાથી ડરવાની જરૂર નથી. જરૂર છે માત્ર આત્મવિશ્વાસની અને દર્દીને યોગ્ય સારવારની. પછી ભલે ગમે તેટલી ઉંમર હોય કોરોના સામે ચોક્કસ વિજય મળે છે એનું સૌથી મોટું ઉદાહરણ 95 વર્ષની જૈફ વયે પણ કોરોનાને મ્હાત આપી પરત ફરેલા મનુદાદા છે. ત્યારે લોકો આ વાતને સમજી અનુકરણ કરશે તો ચોક્કસ દેશમાંથી કોરોના ભાગી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો