સાવરકુંડલાના બાઢડા ગામ પાસે મોટી દુર્ઘટના, ​બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત, 4થી વધુ ગંભીર; મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તેમણે આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી મૃતકોનાં પરિવારજનોને સાંત્વના પાઠવી છે અને તેમનાં પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો
મળતી માહિતી પ્રમાણે, મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં એ ઝૂંપડાં તરફ ધસી ગઈ હતી અને ત્યાર બાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડાં બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 લોકોને નાની-મોટી ઇજાઓ થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
સાવરકુંડલા પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. ટ્રક ક્યાંથી આવતી હતી અને કેવી રીતે બેલેન્સ ગુમાવી દીધું? વગેરે સહિતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.”

અત્રે નોંધનીય છે કે, સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે તા.09-08-2021 ના રોજ રાત્રે આશરે 2:30 કલાક આસપાસ રેલવે ફાટકની નજીક હોટલ દત પાસે આવેલ ઝૂંપડા વિસ્તારમાં એક ટ્રક (Tata 909 , GJ18-H-9168 Driver-પરમાર પ્રવિણભાઈ દેવાભાઈ- રહે.રાજકોટ) ઘૂસી જતા મોટો અકસ્માત થયો છે. જેમાં નીચે મુજબના વ્યક્તિઓના મૃત્યુ થયા છે..

૧.વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ.આ.35 મૃત્યુ
૨.નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 60 મૃત્યુ
૩. નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ.આ. 65 મૃત્યુ
૪.હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ.આ.37 મૃત્યુ
૫. લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 30 મૃત્યુ
૬. સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ. 13 મૃત્યુ
૭. પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ.આ 8 મૃત્યુ
૮. લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ 20 મૃત્યુ

ઇજા ગ્રસ્ત

૧..લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.3
૨.ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ.આ.7

મૃત્યુ પામેલ 8 વ્યક્તિઓ તથા ઇજા પામેલ 2 મળી કુલ 10 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે 108 મારફત આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવેલ છે. અમરેલી એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. અમરેલી-સાવરકુંડલાના બાઢડા નજીક થયેલા અકસ્માતની ઘટનાના નિરીક્ષણ માટે અમરેલી એસપી નિરલિપ્ત રાય પહોંચ્યા છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો