શહીદો માટે આયોજિત રામકથામાં સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો.

સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા

નનુભાઇ સાવલિયા દ્વારા ચલાવવામાં આવતા લોક કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટને સૈનિકોના હિતાર્થે રૂપિયા પાંચ કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. હરે કૃષ્ણ એક્સપોર્ટના રત્નકલાકારોએ રૂપિયા એક કરોડ ત્રણ લાખ એકત્ર કર્યા હતા જેની સામે સવજીભાઇ ધોળકિયા દ્વારા વધુ રૂપિયા 2 કરોડ ઉમેરીને રૂપિયા 3 કરોડ 11 લાખ જેટલી દાનની રકમનો ચેક અપાયો હતો.

સવજીભાઈ ધોળકિયાનો ટૂંકો પરિચય

સવજીભાઈ ધનજીભાઈ ધોળકિયાનો જન્મ દુધાળા ગામમાં ૧૨ એપ્રિલ ૧૯૬૨માં થયો હતો. સવજી કાકા તરીકે જાણીતા સવજીભાઈ હરીકૃષ્ણ એક્સપોર્ટ્‌સ નામની હીરાની કંપનીના સ્થાપક છે. એમની સુરત અને મુંબઈ ઉપરાંત અમેરિકા, બેલ્જિયમ, યુએઈ, હૉન્ગકૉન્ગ અને ચીનમાં ઑફિસ છે. એમની કંપની તૈયાર હીરા ૫૦ દેશમાં નિર્યાત કરે છે. પોતાની કંપનીના કર્મચારીઓને દર વર્ષે દિવાળીમાં બોનસમાં કાર, જ્વેલરી અને મકાન આપે છે. એમની સુરત અને મુંબઈની ઑફિસમાં ૧૧ હજાર જેટલાં કર્મચારી કામ કરે છે, જેમની જમવાની વ્યવસ્થા પણ કંપની દ્વારા જ કરવામાં આવે છે.

૧૩ વર્ષની ઉંમરે શિક્ષણ છોડ્યા બાદ કાકાની સાથે સુરતમાં હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. ૨૦૧૪માં ૪૦૦૦ કરોડનું કંપનીનું ટર્નઓવર હતું, જે આગળના વર્ષ કરતાં ૧૦૪ ટકા વધું રહેલું. સવજીભાઈ ડાયમંડ જ્વેલરી મૅન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ એચ. કે. ડિઝાઈન્સ અને યુનિટી જ્વેલના નામથી કરે છે. એચ. કે. જ્વેલ્સ દ્વારા કિસ્ના ડાયમંડ જ્વેલરી લોકલ માર્કેટમાં ૪૮૦ ડિસ્ટ્રિબ્યુટર્સના માધ્યમથી ૬૫૦૦ આઉટલેટમાં વેચવામાં આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો