લૉકડાઉનને કારણે રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની મદદ માટે ‘દાદા’ એ લંબાવ્યા હાથ, રૂ. 50 લાખના ચોખા દાન આપશે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુધી કોવિડ-19 મહામારીને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનથી પ્રભાવિત થનારા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.

બંગાળ ક્રિકેટ સંઘ (CAB)ના નિવેદનમાં ઘોષણા થઈ છે કે, ગાંગુલી લાલ બાબા ચાવલની સાથે મળીને તે જરૂરિયાતમંદ લોકોને ચોખા પૂરા પાડશે તેમને સુરક્ષાને કારણે સરકારી સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે.

કંપનીના નિવેદન અનુસાર, ‘આશા છે કે, ગાંગુલીની આ પહેલથી રાજ્યના અન્ય નાગરિકોને પણ અમારા રાજ્યના લોકોની સેવા કરવા માટે આ પ્રકારના પગલાં ઉઠાવવાની પ્રેરણા મળશે.’

આના પહેલા બંગાળ ક્રિકેટ સંઘ (CAB)એ કોરોના વાયરસથી નિપટવા માટે પશ્ચિમ બંગાળ સરકારને 25 લાખ રૂપિયા મદદ આપવાનો નિર્ણય લીધો. CABના અધ્યક્ષ અભિષેક દાલમિયાએ પોતાની તરફથી પણ રાજ્ય સરકારના રિલીફ ફંડમાં દાન આપવાની વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો