જૂનાગઢમાં ખેડૂતે મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘા જમીનમાં વાવેલ મગફળી ખેતરમાં જ સળગાવી દીધી

જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના પાણી ધરા ગામના ખેડૂત ગિરીરાજસિંહ લખમણભાઈ સિસોદીયાએ પોતાના ખેતરમાં 30 વીઘા જમીનમા વાવેલ મગફળીનો પાક ફેઈલ જતા સળગાવી દીધો હતો. ચાલુ વર્ષે અનરાધાર વરસાદને લઈને ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે.

જૂનાગઢ જિલ્લામાં કુલ વાવેતરના 80% વિસ્તારમાં મગફળીનુ વાવેતર કર્યું હતું. ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100%થી વધુ વરસાદ થતા મગફળી અને કપાસ નો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને બિયારણ, દવા, મજૂરી પણ માથે પડી છે.

પોતાના પાકને સળગાવનાર ખેડૂતે કહ્યું હતું કે ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો છે. છેલ્લા અઠવાડિયામાં તડકો નીકળતાં મગફળી કાઢી હતી પણ પાથરામાં મગફળીના બીયા નીકળ્યા ના હતા. તેથી મેં મગફળીના પાથરા સળગાવી દીધા છે.

ખેડૂતે કહ્યું હતું કે મને 7 થી 8 લાખ રૂપિયાનુ નુકશાન થયું છે. હવે સરકાર સહાય કરે તેવી માંગ ઉઠી છે.

બીજી તરફ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ઢેઢુકી ગામનાં યુવાન ખેડૂત પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડે ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. તેમને પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો