સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શર્મસાર કરતી ઘટના બની, પ્રોફેસરે યુવતીને કહ્યું-‘તારી સાથે એક વાર શરીર સંબંધ બાંધવો છે, મારી ઈચ્છા પૂરી કર’

રાજ્યના શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની છે. જેના પડધા સમસ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને હચમચાવી મૂકે તો નવાઈ નહીં. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન ખૂબ ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીનની કથિત ઓડિયો ક્લિપે શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. હાલ સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન અને એક વિદ્યાર્થીની વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં Ph.D વિભાગના ડીન વિદ્યાર્થીની પીએચડીમાં તમામ કામો કરી આપવાની લાલચ આપીને તેની પાસે શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરી રહ્યા છે. એટલું જ નહીં, યુવતીને એકવાર સેક્સના બદલામાં Ph.D અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન હાલ ખૂબ ચર્ચામાં છે. તેઓ Ph.D વિભાગના પ્રોફેસર છે અને છોકરીઓ પર તેમની કેટલી ખરાબ નજર હશે તે આ ઓડિયો ક્લિપના આધારે નક્કી કરી શકાય છે. હકીકતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના ડીન પોતાના ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થીનીને મદદ કરવાના બહાને તેની સાથે ફોન પર અશ્લીલ વાતો કરી હતી. એટલું જ નહીં, યુવતીને Ph.D અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી બદલામાં તેની સાથે એકવાર શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરી હતી.

ફોન પર કરી અશ્લીલ વાતો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના Ph.D વિભાગના પ્રોફેસરે વિદ્યાર્થીનીને ફોન કરીને તેમની ઈચ્છા પૂરી કરવાની વાત કરી હતી. યુવતી ઓડિયો ક્લિપમાં વારંવાર પ્રોફેસરને જણાવી રહી છે કે, સર તમને દિલમાને દિલમાં જ વાત રહી જશે, મને કંઈ સમજાતું નથી. તમે સમજાય તેવું કહો તો હું હા પાડુંને.. બસ ખાલી હા.. હા.. કેવી રીતે કરું. અંતે પ્રોફેસર યુવતીને Ph.Dમાં તારા બધા કામો કરાવી દઈશ કરીને, સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, મારી તારી સાથે એકવાર શરીર સંબંધ બાંધવાની ઈચ્છા છે, છતાં છોકરી સમજતી નથી તો પ્રોફેસર કહે છે કે તારી સાથે એકવાર સેક્સ કરવાની ઈચ્છા છે. છેવટે વીડિયો ક્લિપના અંતે છોકરી રડી જાય છે. વિદ્યાર્થીની અને પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયોમાં વહેતો થઈ જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ ખરડાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો