અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજનો વતન પ્રેમ, ગામડામાં 5 કરોડના ઓક્સિજન મશીન મોકલશે

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના બેડ, ઓક્સિજનની તીવ્ર અછત, ઈન્જેક્શનની લાઈનો ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. પરંતુ વિદેશોમાં વસતા શૂરા વિદેશીઓના દેશપ્રેમ હાલના તબક્કે જોવા મળી રહ્યો છે. ભારતને અન્ય દેશોએ તો મદદ કરી જ છે, પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનો પણ પોતાના વતન પ્રેમ જોવા મળી રહ્યો છે. હાલ આવા વિદેશીઓની સહાયથી ગામડા ગામડે કોવિડ સેન્ટરો ઉભા થયા છે. ઓક્સિજનના મશીનો વિદેશોમાંથી મોકલવામાં આવ્યા છે.

અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકાએ ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનું નક્કી કર્યું છે. માત્ર 4 જ દિવસમાં 5 કરોડ (6,80,000 ડોલર)નું દાન ભેગું કરી નાંખ્યું હતું, અને 100થી વધુ ઓક્સિજન મશીન અને અન્ય મેડિકલ સાધન સામગ્રી ખરીદી લીધી હોવાના સમાચાર મળી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકા છેલ્લા 40 વર્ષોથી અનેક પ્રકારની સેવાભાવિ, પરોપકારી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, જેમાં 2800 આજીવન અને 15,000 સભ્યો ધરાવતી સૌથી મોટી સંસ્થા છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટેની વિકટ સ્થિતિને જોતા આ સંસ્થા આગળ આવી છે. આગામી દિવસોમાં આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત આવી પહોંચશે.

પ્રોજેક્ટ માતૃભૂમિ અંતર્ગત આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર એટલે કે પોર્ટેબલ ઓક્સિજન મશીનો એર કાર્ગો, એર ઇન્ડિયા, યુપીએસ અને બાલાજી વેફર્સના સહયોગથી ટુંક સમયમાં સૌરાષ્ટ્રના દર્દીઓ સુધી પહોંચાડવામાં આવનાર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો