ઇરાનથી સામે આવી કોરોનાની ડરામણી તસવીરો: કાળી બેગમાં લાશોના ઢગલા, રાતોરાત કબરો ખોદી નાંખવામાં આવી
દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને ડરામણી તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધી 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે સવા લાખથી વધુ લોકો કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત છે. ઈરાનમાં અંદાજે 1000 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમ્યાન ઈરાનની તસવીરોએ દુનિયા આખીને સ્તબ્ધ કરી દીધી છે. સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈરાનમાં લાશોને દફનાવવા માટે વિશાળ મેદાનમાં મોટા ખાડા ખોદવામાં આવ્યા છે.
"According to expert analysis, video testimony and official statements, the graves were dug to accommodate the rising number of virus victims in Qom."#Iran#CoronavirusPandemic pic.twitter.com/UUxY1mzSUw
— Heshmat Alavi (@HeshmatAlavi) March 12, 2020
સેટેલાઇટથી લેવામાં આવી કબરની તસવીરો
અમેરિકન અખબાર ‘વૉશિંગટન પોસ્ટ’ના જણાવ્યાનુસાર ગયા મહિને કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવતાં જ ઈરાને લાશોને દફનાવવા માટે ખાડા ખોદ્યા. આ ખાડા લગભગ બે ફુટબોલ મેદાન જેટલા મોટા છે. આ કબરો રાજધાની તેહરાનથી લગભગ 120 કિલોમીટર દૂર કૉમ શહેરની પાસે ખોદવામાં આવી છે.
સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરોમાં કબરના ખાડા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈરાનમાં સરકારી આંકડાઓ મુજબ 10 હજારથી વધુ લોકો કોરાના વાયરસથી સંક્રમિત છે.
કાળી બેગોમાં લાશોના ઢગલાં
થોડાક દિવસ પહેલા અનેક શબઘરોમાં કાળી બેગોમાં બાંધવામાં આવેલી અનેક લોશોના વીડિયો વાયરલ થયા હતા. ઈરાનમાં ઈસ્લામિક પરંપરા મુજબ શબને દફનાવતાં પહેલા તેને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે પરંતુ શબો વિશે પુષ્ટિ થઈ રહી છે કે તેમના મોત કોરોના વાયરસથી થયા છે કે નહીં.
Qom is the spiritual center of Iran’s ruling Shiite Muslim clerics. With a population of about 1.2 million, the city is about 80 miles south of Tehran. Iran’s first two cases of coronavirus were in Qom. pic.twitter.com/Br6chdZRAZ
— Heshmat Alavi (@HeshmatAlavi) March 12, 2020
જો એવું હશે તો દફનાવતી વખતે કેલ્શિયમ ઑક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેનાથી માટી પર કોઈ અસર ન થાય. આ કારણથી શબઘરોની બહાર વાયરસના ટેસ્ટિંગમાં સમય લાગી રહ્યો હોવાથી શબોના ઢગલા થઈ ગયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

