આ તે કેવો વિકાસ: ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર દીકરી પાણી ભરવા 1000 મીટર ચાલીને જાય છે
2018ની એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સરિતા ગાયકવાડ અત્યારે પીવાનું પાણી ભરવા માટે દરરોજ 1 હજાર મીટર (1 કિમી) ચાલવું પડે છે. સરિતા ગાયકવાડે આપબળે અને મહેનત થકી દેશને નામના અપાવી પણ કમનસીબે એનું વતન જ્યાં છે એ ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામે હજુ પણ પીવાના પાણી માટે તેનો સંઘર્ષ જારી છે. ડાંગમાં દર ચોમાસે 100 ઇંચથી વધુ વરસાદ વરસવા છતાં ઉનાળામાં 311 ગામ પાણીની હાડમારી વેઠે છે. અહીં આહવાના સરકારી આવાસોમાં પણ પાણી આવતું નથી, ત્યારે અંતરિયાળ ગામડાની પાણી સમસ્યાનો અંદાજ લગાવી શકાય છે. સાગના જંગલોથી સમૃદ્ધ પ્રદેશની પ્રજા પાણી માટે કેવી યાતના વેઠી રહી છે તેનો આ પુરાવો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સરિતા ઑલિમ્પિકની તૈયારી માટે પૉલેન્ડથી પરત આવી
આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે, હું ઓલિમ્પિકની તૈયારી માટે પોલેન્ડ ગઇ હતી. ત્યાંથી પંજાબ ખાતેના ખેલકૂદ સેન્ટરમાં બે મહિનાની ટ્રેનિંગ લીધા બાદ લૉકડાઉનના સાત દિવસ પછી પોતાના ગામ કરાડીઆંબા પરત આવી હતી. જ્યાં હાલ માતા-પિતા સાથે ખેતરનું કામ અને કૂવા પરથી પાણી ભરીને લાવવું મારો રોજનો નિત્યક્રમ બની ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

