સરગવાના પાંદડાનો પાવડર કેન્સર અને હૃદયના દર્દીઓ માટે છે ઉત્તમ દવા, તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે

સરગવાના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેને ખાવામાં સામેલ કરવાથી ઈમ્યુનિટી વધે છે. કોરોનાકાળમાં તેની માગ વધી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસરના પ્રમુખ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. દયાનંદના જણાવ્યા પ્રમાણે, સરગવોએ ઔષધીય રીતે મહત્ત્વનો છોડ છે. તેનું સતત સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. જે કોરોના જેવી મહામારીનો સામનો કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તેમાં બીજા ફળ અને શાકભાજી કરતા વધારે પોષક તત્ત્વ

એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, તેના પાંદડામાં નાંરગી કરતાં 7 ગણું વધારે વિટામિન, દૂધ કરતા 3 ગણું કેલ્શિયમ, ઈંડા કરતા 36 ગણું મેગ્નેશિયમ છે. તેમજ પાલક કરતાં 24 ગણું વધુ આયર્ન, કેળા કરતાં 3 ગણું વધુ પોટેશિયમ મળે છે. તેનો ઉપયોગ શાકભાજી અને અથાણાં બનાવવામાં કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ક્યારે અને કેવી રીતે ખાવો સરગવો

પેટ સાથે સંબંધિત સમસ્યાને દૂર કરે છે સરગવો. કોલેરા, ઝાડા, મરડો, કમળો અને કોલાઈટિસ થવા પર તેના પાંદડાનો તાજો રસ, એક ચમચી મધ અને નાળિયેર પાણી મિક્સ કરીને પી શકાય છે. આ એક હર્બલ દવાની જેમ છે. તે ઉપરાંત સરગવાનું શાક અને અથાણું બનાવીને પણ ખાઈ શકાય છે.

કેન્સર, હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અસરકારક

સરગવાના પાંદડાનો પાવડર કેન્સર અને હૃદયના દર્દીઓ માટે એક ગુણકારી દવા છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. તેનો ઉપયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે. સરગવાના પાંદડાના પાવડરનું નિયમિત રીતે સેવન કરવાથી એનિમિયા મટી જાય છે. તે બાળકોમાં કુપોષણને દૂર કરીને પોષણ આપે છે. તે એકંદર આરોગ્યને સુધારે છે અને પોષણ અને ઉર્જા આપે છે.

બગીચામાં કેવી રીતે ઉગાડવો છોડ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસરના બાગાયત નિષ્ણાત ડો. રશીદ ખાનના જણાવ્યા પ્રમાણે, સરગવાને કોઈપણ પ્રકારની જમીનમાં અથવા આસપાસના કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય છે. સરગવાની પીકેએમ -1 જાતિ રોપ્યાના 8 મહિના પછી સરગવાની શિંગો આપવાનું શરૂ કરે છે. તેના સરગવાની શિંગો દેશી જાતિની સરખાણીએ વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સરગવામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન A,C અને B ભરપૂર પ્રમાણમાં હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો