સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે વડોદરામાં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશનલ કાર્યક્રમનું આયોજન

વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના 25 હજાર જેટલા પાટીદારો ભાગ લેશે.

સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે

સરદાર ધામના ટ્રસ્ટી એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે, સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે. તા.24-3-019ના રોજ વડોદરા ખાતે સાંજે 5 કલાકે યોજાનાર શુભારંભ સમારોહમાં સરદારધામની પ્રવૃત્તિનો સંદેશ મધ્ય ગુજરાતના સૌ પાટીદારના ઘરઘર સુધી પહોંચાડવાનો આશય છે. સરદારધામ દ્વારા ચાલતા 8 સિવિલ સર્વિસ કેન્દ્રોમાંથી ફક્ત બે વર્ષમાં વર્ગ 1,2,3માં 984 પાટીદાર યુવાનો જાહેર સેવા કેન્દ્રમાં જોડાયેલા છે. આગામી દિવસોમાં અમદાવાદ એસ.પી. રીંગ રોડ ખાતે રૂપિયા 150 કરોડના ખર્ચે ભવ્યાતિભવ્ય સરદારધામ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો