પાટીદાર સમાજના 1850 છાત્રો રહી શકે તેવા સરદારધામનું થયું ખાતમુહૂર્ત

ભાવનગર: વતનની વાટે, વિકાસની સાથે મંત્ર સાથે અને મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના યુવક યુવતીઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા હેતુથી તા.12 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 કલાકે પ્લોટ નં.279/4, સમરસ હોસ્ટેલની બાજુમાં યુનિ. વિસ્તારમાં ભાવનગરના લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત પોપટભાઇ ડુંગરાણી સંકુલ, સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

આ અવસરે મંત્રી કૌશિકભાઇ પટેલ, જીતુભાઇ વાઘાણી, કેશુભાઇ પટેલ, પરેશભાઇ ધાનાણી, વી.એસ.લાખાણી સહિતના મહાનુભાવો, ઉદ્યોગકારો, વેપારીઓ અને સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે. રૂા.100 કરોડના ખર્ચે સાકાર થનારા આ સરદારધામ સંકુલમાં પાટીદાર સમાજના કુલ 1850 વિદ્યાર્થીઓ રહી શકશે.આ સરદારધામનું લોકાપર્ણ તા.12 જાન્યુઆરી,2021ના રોજ કરવામાં આવશે તેમ ગગજીભાઇ સુતરીયાએ જણાવ્યું હતુ.

100 કરોડના ખર્ચે સાકાર થનારા છાત્રાલયનું લોકાપર્ણ 2021માં કરવામાં આવશે

સરદારધામ શું કામ નિર્માણ થવાનું છે તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે હેતુ મુખ્ય છે. આ સરદારધામમાં ઉદ્યોગ સાહસિક બની શકે તે માટે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે તાલીમ કેન્દ્ર પણ બનાવવામાં આવશ તેમ જાદવભાઇ મોણપરા અને જીવરાજભાઇએ પણ માહિતી આપી હતી.

સરદારધામમાં મુખ્ય પાંચ લક્ષ્યબિંદુ

– પરવડે તેવા છાત્રાલય સાથે વિદ્યાર્થી દત્તક યોજના
– જીપીએસી/યુપીએસસી સિવિલ સર્વિસ કેન્દ્ર
– સરકારી યોજના કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર
– વેપાર-ઉદ્યોગ તાલીમ કેન્દ્ર
– મીડિયા-રાજનીતિજ્ઞ તાલીમ કેન્દ્ર

જરૂરિયાતમંદ સમાજ માટે વિશેષ સુવિધા

આ સરદારધામમાં પાટીદાર સમાજના વિદ્યાર્થીને આવકના સ્લેબ પ્રમાણે વાર્ષિક ફી લેવાશે જેમાં રૂા.23 લાખથી ઓછી આવકવાળા કુટુંબના સંતાનને વર્ષે રૂા.10,000 રહેવા, જમાવા સહિતની સુવિધા માટે લેવાશે તદ્દન ઓછી આવકવાળા ગરીબ અને જરૂરિયાતમંદો માટે રૂા.1 ટોકનદરે લેવાશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો