સુરતમાં રત્નકલાકારનો આક્ષેપ, પોલીસે 20 હજાર પડાવવા માટે માર્યો ઢોર માર, કમિશનર કચેરીમાં કરી અરજી
સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે સરથાણામાં યુવક પાસેથી 20 હજાર પડાવવા સરથાણા પોલીસના કેશિયર અને ડીસ્ટાફ PSIએ ઢોર માર મારીને તેને બળજબરીથી દારૂ પીવડાવીને તેની સામે દારૂનો કેસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે રત્નકલાકાર અને પોલીસ વચ્ચે થયેલી વાતચીનો ઑડિયો વાયરલ થયો છે
સુરત પોલીસ છાશવારે વિવાદમાં આવતી હોય છે અને વિવાદ હોય છે કોઈ નાગરિકને રૂપિયા માટે મારમારવાનો અથવા તોડ કરવાનો. ત્યારે વધુ એક યુવાને પોલીસ સામે આક્ષેપ કર્યા છે. યુવકને મારમારવા સાથે રૂપિયા ખંખેરવાનો આક્ષેપ સુરતના છેવાડે આવેલા પાસોદરાના ઓમ ટાઉનશિપ-1માં રહેતા હરિકૃષ્ણ પ્રેમજી સલીયાએ કર્યો છે.
આજથી 3 માસ પહલાં હરિકૃષ્ણના મિત્ર રાજુ પર સરથાણા પોલીસે દારૂ પીવાનો કેસ કર્યો હતો જોકે તે સમયે હાજર પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ યુવરાજસિંહે રાજુને નહીં મારવા 20 હજાર માંગ્યા હતા જોકે રાજુ પાસે રૂપિયા નહિ હોવાને લઈને તેને તેના મિત્ર હરિકૃષ્ણ પાસે મદદ માંગી હતી.
જોકે હરિકૃષ્ણ વચ્ચે રહીને પોતાના મિત્ર ના 20 હજાર યુવરાજસિંહને 3 માસમાં આપી દેવાની બાહેધરી આપી હતી જોકે સમય અંતરે 20 હજાર માટે યુવરાજસિંહે હરિકૃષ્ણને ઘણી વખત ફોન કર્યા. પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી તે આપી શક્યો ન હતો.
27મી તારીખે હરિકૃષ્ણ મિત્ર સાથે કારમાં સરથાણા પોલીસ મથક પાસેથી પસાર થતો હતો ત્યારે યુવરાજ સિંહેે તેને કારથી ઉતારીને રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા માટે ફોન કરતા હતા તો ફોન નહિ ઉપાડતો હોવાનું કહીને ડી-સ્ટાફની ઓફિસમાં લઈ જઈને હરિકૃષ્ણને ધમકાવ્યા બાદ PSI પઢીયાર અને બીજા 3 પોલીસવાળાઓએ માર મારી મર્ડરની ધમકી આપી હતી.
ત્યાર બાદ બળજબરીથી દારૂ પીવડાવી લોકઅપમાં બાંધી ઢોર માર માર્યો હતો. જોકે મોડી રાત્રે હરિકૃષ્ણના મિત્ર જામીન માટે આવતા તેનેે સ્મીમેર લઈ ગયા હતા. સ્મીમેરમાં એમએલસી બાદ સારવાર કરાવી હતી. હરિકૃષ્ણને પગ અને આંખના ભાગે ઇજા થઇ છે. જોકે ત્યાર બાદ રત્નકલાકર હરિકૃષ્ણ આ મામલે પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી યુવરાજસિંહ, PSI પઢીયાર સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

