શાળા પ્રવેશોત્સવ-2015ની સરસ્વતી સાધનાની સાઈકલોને વિતરણના અભાવે લાગી ગયો કાટ, ધાબા ઉપર 4 વર્ષથી ધૂળ ખાઈ રહી છે

સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9ની વિદ્યાર્થીઓ હાઇસ્કુલનું શિક્ષણ મેળવે તે માટે સાઈકલ આપવામાં આવે છે. વર્ષ-2015માં વિદ્યાર્થીઓને નહી આપેલી સાયકલો ગાંધીનગરમાં બીઆરસી ભવન, સેક્ટર-12ના ધાબા ઉપર ધૂળ ખાતી પડી રહી છે અને તેના કાટ લાગવા માંડ્યો છે.

ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવે તે માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં આવેલી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની રાજ્ય સરકારની આવકારદાયક યોજના છે. પરંતુ યોજનાની અમલવારીના નામે મોટું મીંડુ મુકાયું છે. વર્ષ-2015માં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાની કુલ 6000થી વધુ વિદ્યાર્થીનીઓને સાઈકલો આપવામાં આવી હતી. તે વખતની 130 સાઈકલો હજુ વિદ્યાર્થિનીઓને મળી નહી હોય તેમ ગાંધીનગરમાં બીઆરસી ભવનના ધાબા ઉપર કાટ ખાઇ રહી છે.

બીઆરસી ભવનના ધાબા ઉપર પડી રહેલી શાળા પ્રવેશોત્સવ-2015ની 130 સાઈકલોમાંથી દસેક જેટલી ભંગાર બની ગઇ છે. ઉપરાંત અમુક સાઈકલોના વ્હિલને કાટ લાગી ગયો છે. અમુકની સીટો તુટી ગઇ છે. વર્ષ-2015માં સાઈકલો આપવા ગ્રીમકો કંપનીને ઓર્ડર અપાયો હતો. યોજનામાં લાભાર્થી બનતી વિદ્યાર્થિનીઓને સાઈકલો અપાઇ હતી. પરંતુ વધારાની સાઈકલોને બીઆરસી ભવનના કેમ્પસમાં રાખી હતી. કંપનીને વધારાની 130 સાઈકલો લઇ જવા લેખિત અનેક વખત જાણ કરવા છતાં કંપની નહી લઇ જતા છેવટે ધાબા ઉપર મુકી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.459 સાઈકલો ગ્રીમકો કંપનીએ બનાવી હતી. જેમાંથી 329 સાઈકલો ગાંધીનગર તાલુકાની વિદ્યાર્થીનીઓને આપી દીધી હતી. ત્યારબાદ બાકી રહેલી 130 સાઈકલોને લઇ જવા કંપનીને લેખિત જાણ કરી હતી.

નિયામકને જાણ કરી છે : ડીપીઇઓ

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું કે 459 સાઈકલો ગ્રીમકો કંપનીએ બનાવી હતી. જેમાંથી 329 સાઈકલો ગાંધીનગર તાલુકાની વિદ્યાર્થીનીઓને આપી દીધી હતી. ત્યારબાદ બાકી રહેલી 130 સાઈકલોને લઇ જવા કંપનીને લેખિત જાણ કરી હતી. પરંતુ કંપની નહી લઇ જતા પ્રાથમિક શિક્ષણ નિયામકને જાણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો