ચોમાસામાં સાપુતારા ફરવા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો: સાપુતારા-વઘઈ હીલ પર લક્ઝરી ‘લપસી’ જતાં મુસાફરો બારીમાંથી કૂદી માંડ માંડ બહાર નીકળ્યા

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી (Dang saputara Highway) વઘઇને સાંકળતા બારીપાડા (Baripada Village) ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવતા ટ્રકને બચાવવા જતા પ્રવાસીઓથી ભરેલ લકઝરી માર્ગની સાઈડમાં ઉતરી (Accident) જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળે લકઝરી બસ માર્ગની સાઈડમાં ઉતરી જતા બસમાં સવાર પ્રવાસી મુસાફરો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ચોમાસામાં લપસણા રસ્તાના કારણે ડાંગ જતા પ્રવાસીઓ અને વાહનચાલકોએ ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગતરોજ વાગરા ભરૂચથી સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓથી ભરેલ અક્ષર લકઝરી ટ્રાવેલ્સ.ન.જી.જે.14.ઝેડ.9915 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં સામેથી આવી રહેલ ટ્રકને બચાવવા જતા આ લકઝરી બસનાં ચાલકે કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં માત્ર ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા તેને તાત્કાલીક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જ્યારે લકઝરી બસમાં સવાર તમામ પ્રવાસી મુસાફરોનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વીંગ સાંપડેલ છે.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો