અમદાવાદમાં હત્યા કેસમાં સામે આવ્યો ચોંકાવનારો વળાંક, નણદોઈ અને સાળાવેલી વચ્ચે હતો પ્રેમ સંબંધ! દંપતીએ કરી હત્યા

સાણંદ વિસ્તારમાં ગત 2020ના પેહલા મહિનામાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને જે મામલે એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપી હિતેન્દ્ર અને મરનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મરનાર આરોપીના સાળાની પત્ની હતી. પ્રેમમાં મામલો વધતા હત્યા કરવામાં આવી છે. પોલિસ ગિરફતમાં આવેલ બંને 5 આરોપીઓ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી ફરાર હતા. આરોપી હિતેન્દ્ર પટેલ અને પુનિતા પટેલ પતિ પત્ની છે અને એક હત્યાના આરોપ તેમની ઉપર લાગ્યા છે પરંતુ તે બન્ને હત્યા બાદ ફરાર થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે બન્ને આરોપીઓ સાબરમતી વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે બન્ને ને પકડી પાડી છે. આરોપી હિતેન્દ્ર અને મરનાર કોમલ બેન વચ્ચે પ્રેમ સંબંધ હતો અને જેના કારણે ઘરમાં બબાલ બાદ આ બન્ને દંપતી એ હત્યા નો પ્લાન કરી હત્યા કરી નાખી હતી.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો કોમલ અને હિતેન્દ્ર છેલ્લા થોડા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને વર્ષ 2019માં કોમલ અને હિતેન્દ્ર બાળકોને લઈ ભાગી ગયેલ પરંતુ 6 મહિના બાદ બન્ને પરત આવી ગયેલ અને હિતેન્દ્ર પોતાની પત્ની સામે ભૂલ થઈ હોવાનું કબૂલાત કરી બન્ને પરિવાર સાથે અલગ અલગ જગ્યા ભાડે રહેવા જતા રહ્યાં હતાં. પરંતુ કોમલ દ્વારા થોડા સમય બાદ થી હિતેન્દ્ર સાથે બબાલ કરી રહી હતી જેથી બન્ને આરોપી ભેગા મળી કોમલ ને ચા માં ઘેન ની ગોળીઓ પીવડાવી ને નર્મદા કેનાલમાં ફેંકી દીધેલ. આરોપી દ્વારા સુત્તરના દોરીથી હાથ પગ બાંધીને ફેંકી દેવા માં આવેલ.

નોંધનીય છે કે, હાલ બન્ને આરોપીઓ પોલીસ ના ગિરફત માં આવી ગયા છે અને ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીઓને સાણંદ પોલિસને સોંપવાની કામગીરી હાથ ધરી રહી છે. જોકે આ ઘટના પાછળ ખરેખર પ્રેમ સંબંધ જવાબદાર છે કે, અન્ય કોઈ કારણ છે તેની પણ તપાસ હાથ ધરવા માં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો