સેવા, શપથ, અને સપ્તપદીનો સમન્વય બનશે લેઉવા પટેલ સમાજનાં સમુહ લગ્ન

જુનાગઢ: વિસાવદરનાં નાની મોણપરી ગામે 29 એપ્રિલે યોજાનાર લેઉવા પટેલ સમાજનો 19મો સમૂહ લગ્નોત્સવ સેવા,શપથ અને સપ્તપદીનો સમન્વય બની રહેશે. 27 એપ્રિલે સ્વામીનારાયણ મંદિર ખાતે 56 દિકરીઓને 70 જેટલી વસ્તુઓનો કરીયાવર અપાયો, 29 એપ્રિલે જળ બચાવો અભિયાનને લઇને 1 લાખ લોકો પાણી બચાવવાનાં સંકલ્પ લેશે અને લેઉવા પટેલ સમાજનાં 57 દિકરા-દિકરીઓ સપ્તપદીનાં ફેરા ફરશે. આ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ લોકોનાં સમૂહ ભોજન માટે 21 ચુલ , 10 ટ્રેક્ટર લાકડા , 10 વિઘા જમીનમાં 100 બુફે ટેબલ પર 2 હજાર સ્વયંસેવકો સેવા આપશે અને 50 રસોઇયા રસોઇ બનાવશે.

1 લાખ લોકો લેશે પાણી બચાવવાના સંકલ્પ

આ ભોજનના મુખ્ય દાતા તરીકે મોટા કોટડા વાળા કાનભાઇ કાનકડ ઉપસ્થિત રહેશે.અને અધ્યક્ષ તરીકે રાજ્યનાં મંત્રી જયેશભાઇ રાદડીયા પણ ઉપસ્થિત રહેશે .આ કાર્યક્રમને સફળ બનાવવા સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા, નાની મોણપરીનાં સરપંચ જમનભાઇ રાખોલીયા, સમિતીનાં પ્રમુખ ડીમ્પલભાઇ રાખોલીયા અને પ્રિતીબેન વઘાસીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

ભોજન સામગ્રી

1 લાખ લોકો બુંદી, ગાંઠીયા, શાક,દાળ ભાત સંભારો,અને રોટલીનું ભોજન કરશે 300 ડબ્બા તેલ, 500 કટા ચણાનો લોટ,150 કટા ખાંડ,30 હજાર કિલો ચોખા, 20 હજાર કિલો તુવેર દાળ,30 હજાર કિલો ઘઉંનો લોટ

સમુહ લગ્નોત્સવનું 60 વિઘાથી વધારે જગ્યામાં આયોજન કરાયુ છે. જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકતવિધી મુજબ 57 દિકરા-દિકરીઓનાં લગ્ન કરાવાશે. જેમાં દિકરીઓને ઘર સામગ્રીનો કરિયાવર અપાશે અને સાથે ખુરશી મેળાનું પણ આયોજન કરાયું છે. જેમાં કૃષિ, સમાજને લગતા પ્રશ્નો, વિવિધ રિવાજો સહિતના સ્ટોલ ઉભા કરાશે અને આ લગ્નમાં જે દિકરા કે દિકરીનાં પરિવાર દ્વારા ખોટી રીતે વધુ ખર્ચ કરશે તેને 25 હજારનો દંડ ફટકારાશેે.

સમુહ લગ્નોત્સવમાં કઇ રીતની તૈયારીઓ ?

લેઉવા સમાજનાં 19માં સમુહ લગ્નોત્સવમાં 57 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. જેમાં 57 ગામનાં જ્ઞાતિજનોનું સમુહ જ્ઞાતિ ભોજન થશે. જેમાં એક લાખથી વધુ લોકો જોડાશે. 60 વિઘાથી વધારે જમીન પર સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 29 એપ્રિલે 57 બળદ ગાડામાં વરરાજાનું સામૈયુ કરાશે. મહેમાનોને મોણપરીમાં ઘે-ઘેર ઉતારા અપાશે. 1500 યુવાનો, 1500 બહેનો સેવા અાપશે, 20થી વધુ સીસીટીવીથી નજર રખાશે. ત્રણ મહિનાથી થઇ રહેલી કામગીરીમાં 57 ગામોમાં મિટીંગ કરવામાં આવી. અત્યાર સુધીમાં 1800 દિકરા-દિકરીઓનાં લગ્ન કરાવાયા.

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો