સાબરકાંઠાના ખેડૂત સમીર પટેલ વદરાડ સેન્ટર ના માર્ગદર્શનથી 60 વિઘા જમીનમાં શાકભાજી પકવીને વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવે છે

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાનું વદરાડ ગામ દેશ દુનિયામાં પ્રસિધ્ધિ પામ્યુ છે. ગામની કોઈ વિશેષતાના કારણે નહી પરંતુ તેના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ થકી. ખેડૂતો સતત પાક પરિવર્તન કરતા રહે, પાક પધ્ધતિ બદલે અને તેની સાથે સાથે ટપક કે સ્પીંકલર સિંચાઈ પધ્ધતિ અપનાવે તે માટે આ સેન્ટર સતત કાર્યરત રહે છે. પ્રાંતિજ તાલુકાના મામરોલ ગામના ખેડૂત સમીર પટેલ લગભગ રૂપિયા 20 લાખની શાકભાજી પકવે છે. તેઓ કહે છે કે. આ સેન્ટર ઓફ એક્સેલન્સફોર વેજીટેબલ ખેડૂતો માટે ખુબ મહત્વનું પુરવાર થયું છે.” તો ઘનશ્યામ પટેલ પણ આ સેન્ટરની પ્રવૃત્તિને આવકારતા કહે છે કે, આ સેન્ટરમાંથી ધરૂ મેળવીને અમે સધ્ધર થયા છે. સમીર પટેલ પોતાની તથા ખેડવા માટે અન્ય ખેડૂતોની લીધેલી જમીન થઈને કુલ 60 વિઘા જમીનમાં શાકભાજી પકવે છે.

વર્ષ ૨૦૧૩માં કરાઈ સેન્ટરની સ્થાપના

છેલ્લાં 5 વર્ષમાં સેન્ટર દ્રારા 50,000 ખેડુતોને તાલીમ આપવામાં આવી છે. અને 95000થી પણ વધુ ખેડુત મુલાકાતીઓએ આ સેન્ટરની મુલાકાત લીધી છે. જ્યારે 4000થી વધુ ખેતીના સ્નાતકોએ મુલાકાત લીધી છે. આ સેન્ટરની સ્થાપના વર્ષ 2013માં કરાઈ હતી. સરકાર માટે ખેડૂતોની આવકમાં વૃધ્ધિ થાય તેમજ રાજયના ખેડૂતો નવીનતમ ખેત પધ્ધતિ અપનાવે તે માટે કૃષિક્ષેત્રે એક અનોખુ કદમ આ સેન્ટર પુરવાર થયું છે.

વદરાડ સેન્ટર દ્વારા રાહતદરે ખેડૂતોને શાકભાજીના ધરૂ પુરા પાડવામાં આવે છે

ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત સેન્ટર બન્યું

કૃષિ ક્ષેત્રે જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે, ત્યારે બાગાયતી પાકોનો તેમાં ફાળો વિશેષ સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય બાગાયતી પાકોની ખેતી તેમજ ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં શાકભાજી પાકોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયમાં ઉચ્ચતમ ટેકનોલોજી, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે અને ખેડૂતો અધતન તાલીમ દ્રારા સારૂ ખેત વળતર મેળવી શકે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બને તે હેતુથી ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વદરાડ ખાતે સૌપ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલની સ્થાપના કરવામાં આવી.

ખેતીની વિવિધ પધ્ધતિઓની તાલીમ અપાય છે

સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર વેજીટેબલ વિશે માહિતી આપતા મદદનીશ બાગાયત નિયામકશ્રી નિલેશભાઇ પટેલે જણાવ્યુ કે ઈન્ડો-ઈઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ-2013 થી કાર્યરત છે. જેની મુખ્ય કામગીરી શાકભાજીની ખેતીની વિવિધ પધ્ધતિઓની તાલીમ, રાહતદરે રોગ મુક્ત ધરૂ ઉછેર, શાકભાજી પાકો તથા તેની જાતોના નિદર્શનો, ગ્રીનહાઉસ તથા નેટહાઉસના પાકોના નિદર્શન અને માહિતી, શાકભાજીની રક્ષિત ખેતી માટે નવી જાતોનું સ્ક્રિનીંગ કરવું, ચોકસાઈ પૂર્વક(Precision Farming) ખેતી વિશે નિદર્શન અને સમજણ આપવી, શાકભાજીના ગ્રેડીંગ, પેકિંગ અને કાપણી પછીના વ્યવસ્થાપન માટેની શ્રુંખલાનું નિદર્શન કરવું, ઇન્ડો-ઇઝરાયેલ ટેકનૉલોજીની આપ-લે કરવી.

વેજીટેબલ ગ્રાફ્ટિંગ માટે અધતન પ્લગ નર્સરી

ગુજરાત રાજ્યનું એક માત્ર સેન્ટર જ્યાં એક જ સ્થાન ઉપર આશરે 2 હેક્ટરના વિસ્તારમાં જુદા-જુદા પ્રકારના 20 જેટલા રક્ષિત ખેતીના સ્ટ્રકચર આવેલ છે. જેમાં હાઈ-ટેક ફેન એન્ડ પેડ ગ્રીન હાઉસ, વિવિધ ઉંચાઈ ના પોલી હાઉસ, જુદા-જુદા રંગના શેડ નેટ હાઉસ, ઈન્સેક્ટ નેટ હાઉસ, વોક ઈન ટનલનો સમાવેશ થાય છે. તદઉપરાંત શાકભાજીના ધરૂં ઉત્પાદન તેમજ વેજીટેબલ ગ્રાફટીંગ માટે અધતન પ્લગ નર્સરી અનુક્રમે 2000 ચો.મી તેમજ 500 ચો.મી ની પણ બનાવવામાં આવેલ છે. જેના દ્રારા ખેડુતો રાહતદરે રોગ મુક્ત ધરૂ મેળવી શકે. આ સેન્ટરના અન્ય આકર્ષણો જેવાં કે, 2 હેક્ટરમાં ખુલ્લા ખેતરમાં શાકભાજીની વિવિધ ટેકનોલોજીના નિદર્શન પ્લોટ, જર્મીનેશન ચેમ્બર, માઈક્રો ઈરીગેશન, ફર્ટીગેશન માટે ઓટોમાઈઝેશન યુનિટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર,શાકભાજીના ગ્રેડીંગ-શોર્ટીંગ માટેનું મોડેલ પેક હાઉસ, રીટેઈલ આઉટલેટ, અધ્યતન તાલીમ કેન્દ્ર તેમજ વહીવટી સંકુલ નો પણ સમાવેશ થાય છે.

મોદી અને બેન્ઝામીન નતાન્યાહુ લઇ ચુક્યા છે મુલાકાત

આ ઉપરાંત, ટોમેટો, ચેરી ટોમેટો, કેપ્સીકમ, કાકડી, ડુંગળી, તરબુચ, ભીંડા, ફણસી, રેડ કેબેજ, બ્રોકોલી જેવાં વિવિધ શાકભાજી પાકોના નિદર્શન અત્રે ગોઠવવામાં આવે છે. તેમજ આદિજાતિ તેમજ અનૂ.સુચિત જાતિના ખેડુતો ને 75 ટકા સહાયના ધોરણે બિયારણ લાવ્યા બાદ આ સેન્ટર પર ધરૂં ઉછેર કરીને આપવામાં આવે છે. જેનાથી રાજ્યમાં આદિજાતિ તેમજ અનૂ.સુચિત જાતિના ખેડુતો કે જેઓ ટુંકી જમીન ધરાવે છે તેઓ પણ શાકભાજી પાકોની ખેતી કરી આવક મેળવતાં થયાં છે. આ સેન્ટરની મુકાલાત ઇઝરાયેલના ક્રુષી મંત્રી તાર સમીરે 2014માં તથા ભારત અને ઇઝરાયેલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્ઝામીન નતાન્યાહુ એ 2018માં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત વર્ષમાં લીધી હતી.

Center of Excellence For Vegetables – Vadrad, Dist. Sabarkantha. Ph- 02770- 290678

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો