સમાધાન- વિવાદનો અંત, સંત સમેલનની બેઠક પૂર્ણ, હવે કોઇ સ્વામિનારાયણ સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન નહીં આપે

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઇ અમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી. તેમજ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ગિરનાર તળેટી જૂનાગઢ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કોઈપણ સ્વામિનારાયણના સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન આપશે નહીં અને આ અંગે સ્વામિ નારાયણ સંપ્રદાયે પણ ખાતરી આપી છે.

જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ જૂનાગઢમાં યોજાયેલા સનાતન ધર્મ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રાજદૂત તરીકે હાજર રહ્યા હતા. તેમણે સંમેલનની આગેવાની લેનાર ઇન્દ્રભારતી બાપુને ખાતરી આપી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઇ પણ સંત હવે વિવાદીત નિવેદનો નહીં આપે.

વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા

વિશ્વ હિન્દુ પરિષદ તરફથી તમામ સાધુઓને સમાધાન કરવાના પત્રો લખવામાં આવ્યા છે, તો બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી હવે ખાતરી આપી દેવામાં આવી છે કે મોરારી બાપુ વિરૂદ્ધ હવે કોઈ સાધુઓ કોઈ વિવાદીત નિવેદન નહીં આપે. એક તરફ કથાકાર મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચે નિવેદનના પડઘા સમગ્ર દેશના સાધુ સંતો ઉપર પડ્યા છે. ખાખી અખાડાના સંત અખિલેશ્વરદાસ મહારાજે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મોરારિ બાપુ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય તમામ સનાતન ધર્મના જ પ્રતિનિધીઓ છે. ત્યારે કોઈએ આ બાબતે માફી માગવી કે માફી મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહીં. મોરારિ બાપુએ જે માફી પહેલા માંગી છે તેને સ્વીકાર કરી લેવામાં આવી છે. જેથી હવે ઈન્દ્રભારતી બાપુએ પણ સમાધાનકારી સંકેતો આપ્યા છે.

સંમેલન સ્થળે બંને પક્ષના સંતો હાજર

પ્રેરણાધામ મળેલા સનાતન સંત સંમેલનમાંગુજરાતભરના આમંત્રિત સંતો-મહંતો આવી પહોંચ્યા છે. સંમેલન સ્થળે શિક્ષાપત્રીના મુખપૃષ્ઠ પર રામદરબારનું ચિત્ર, ત્રિદેવો સ્વામિનારાયણ ભગવાનને પગે લાગતા હોય તેવા પોસ્ટર લગાવ્યા છે.સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમાધાનના પ્રયાસો શરૂ કરી દેવામાં આવતા ઔપચારિક સંમેલન છે. સાંજના 6 વાગ્યા સુધીમાં સુખદ સમાચાર આવશે. બંને પક્ષના સંતો અને મહંતો ઇન્દ્રભારતીના આશ્રમ ખાતે એકઠા થશે. સંત સંમેલનમાં મોરારિ બાપુ નીલકંઠવર્ણીવિશે જ બોલ્યા હતા તે રામકથાની વીડિયોક્લીપ દેખાડવામાં આવી હતી. તેમજ સમગ્ર વિવાદને લઇને બનાવેલી ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવી હતી. લોકોએ હનુમાનજીના ફોટામાં જય નિલકંઠલખેલા મુગટ પહેરેલાજોવા મળ્યા હતા.

શું હતો સમગ્ર મામલો

કથાકાર મોરારિ બાપુએ પોતાના એક કાર્યક્રમમા નિલકંઠ એટલે મહાદેવ જ થાય છે, બીજા દેવ નિલંકઠ ન હોય શકે તેમ કહેતા વિવાદ સર્જાયો હતો કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયે તેને પોતાનું અપમાન ગણાવીને માફી માંગવાની વાત કહી હતી. મોરારિ બાપુએ 2-2 વખત માંફી માગી છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સ્પષ્ટપણે માફી માગવાની જીદ પકડી હતી. પરિણામે મોરારીબાપુના સમર્થનમાં અન્ય સાધુઓ આવતા વિવાદ વધુ વકર્યો હતો. જેના પડઘા દેશ વિદેશમાં પડ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો