પિતા માટે ગર્વની ક્ષણ: ઓફિસર દીકરીને જોઈ ઈન્સ્પેક્ટર પિતાએ કર્યું સેલ્યૂટ, તસવીરો સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

દરેક પિતાને પોતાની દીકરી પર ગર્વ હોય છે અને જો દીકરી તેમનાથી પણ મોટી અધિકારી બની જાય તો તેમની ખુશી અનેકગણી વધી જાય છે. આવું જ કંઇક દૃશ્ય ભારત-તિબેટ બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police – ITBP) ની પાસિંગ આઉટ પરેડ સમયે જોવા મળ્યું. જ્યાં ઇન્સપેક્ટર પિતાએ સહાયક કમાન્ડન્ટ દીકરીને પોતાના જ અંદાજમાં સેલ્યૂટ કર્યું. ભારત-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)માં ઇન્સપેક્ટરના પદે કાર્યરત નિરીક્ષક કમલેશ કુમાર (Inspector Kamlesh Kumar) માટે રવિવારનો દિવસ ક્યારેય ન ભૂલાય એવો હતો. તેમની દીકરી દીક્ષા (Diksha) ભારત-તિબેટ સીમા પોલીસમાં સામેલ થનારી બે મહિલા અધિકારી પૈકી એક છે. તેમની દીકરી જ્યારે તેમની સામે આવી તો તેમણે એક ઓફિસરની જેમ તેને સેલ્યૂટ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નોંધનીય છે કે, આઇટીબીપીએ વર્ષ 2016માં યૂપીએસસી પરીક્ષાના માધ્યમથી મહિલા અધિકારીઓની કંપની કમાન્ડરના રૂપમાં નિયુક્તિ કરી હતી. દીક્ષા પણ આ પરીક્ષાનો હિસ્સો હતી. આઇટીબીપી એકેડમી મસૂરીની પાસિંગ આઉટ પરેડમાં દીક્ષા જ્યારે પોતાના પિતા કમલેશ કુમારની સામે આવી તો કમલેશ પોતાની જાતને રોકી ન શક્યા અને તેઓએ દીકરીને સેલ્યૂટ કરી દીધું. કમલેશ કુમારના ચહેરા પરનું સ્મિત દીકરા પર તેમના ગર્વને પ્રદર્શિત કરી રહ્યું હતું.

પિતા અને દીકરી વચ્ચેની આ ભાવુક ક્ષણોને આઇટીબીપીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શૅર કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. આઇટીબીપીએ આ ખાસ તસવીરને શૅર કરતાં લખ્યું કે, ઇન્સપેક્ટર કમલેશ કુમારે દિલને સ્પર્શનારી તસવીરમાં અધિકારી દીકરીને સલામી આપી.

નોંધનીય છે કે, આ પાસિંગ આઉટ પરેડના મુખ્ય અતિથિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હતા. મુખ્યમંત્રી ધામીએ આઇટીબીપીના મહાનિદેશક એસ.એસ. દેસવાલની સાથે મળી બે મહિલા અધિકારીઓ પ્રકૃતિ અને દીક્ષાના ખભા પર સહાયક કમાન્ડન્ટના બેચ લગાવ્યા. પાસિંગ આઉટ પરેડ દરમિયાન નવા અધિકારીઓએ દેશની સેવા અને રક્ષા કરવાના શપથ લીધા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો