કૌભાંડ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સાડા છ લિટર દૂધ ઉકાળવાનો પગાર દોઢ લાખ રૂપિયા! ડો.મહેતા જતાં-જતાં પણ કળા કરી ગયા
રાજકોટના સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને બે ટાઈમ દૂધ અપાય છે. 6.5 લિટર જેટલું દૂધ ઉકાળીને આપવા માટે 3-3 રસોઈયાને ફરજ સોંપાઈ છે આ ત્રણેયનું કામ દિવસમાં બે વખત માત્ર દૂધ ઉકાળવાનું જ છે! એટલે કે દોઢ લાખના સરકારી ખર્ચે માત્ર દૂધ ઉકળે છે. હકીકતે આ ત્રણેય રસોઈયાનું કામ સિવિલની મુખ્ય કેન્ટીન સંભાળવાનું છે પણ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા કળા કરી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હોસ્પિટલમાં કોવિડની ગ્રાન્ટમાંથી હોટેલને સીધો વર્કઓર્ડર આપી કૌભાંડ આચરાયું હતું જેનો પર્દાફાશ થતાં હોટેલનો ઓર્ડર રદ થયો હતો અને ડો.મહેતાની બદલી પણ થઈ હતી. જો કે બદલી પહેલા તેમણે સિવિલનું રસોડું કે જેમાં સરકારી પગાર લેતા રસોઈયા હતા તેમને બાળકોની હોસ્પિટલમાં મોકલી દીધા અને આખું રસોડું તેમના માનીતા કોન્ટ્રાક્ટરના હવાલે કરી દીધું અને સરકારને કોન્ટ્રાક્ટનો વધુ આર્થિક ફટકો આપ્યો છે. જ્યારે સરકારે જેમની નિમણૂક રસોડાના સંચાલન માટે કરી છે તેમને સવેતન બેસાડી રખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

