ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના પટેલ યુવકનું ડૂબી જતાં મોત, પરિવારમાં શોકનો માહોલ

સુરતઃકતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાહિલનો મૃતદેહ આજે સુરત લવાતા અંતિમયાત્રા યોજવામાં આવી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે,પાર્કમાં ઓછું પાણી હોય છે તેવા સંજોગોમાં કેવી રીતે મોત થઈ શકે તેવા સવાલો ઉઠાવ્યાં હતાં.

પુત્રના મોતથી શોકમાં ડૂબેલું કથિરીયા પરિવાર (ઈન્સેટમાં સાહિલની ફાઈલ તસવીર)

11 મહિના પહેલા ઓસ્ટ્રેલિયા ગયેલો

1.મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના સરસીયા ગામના વતની અને હાલ કતારગામના કોટેશ્વર નગરમાં રહેતા અને કન્ટ્રકશનના કામ સાથે સંકળાયેલા રાજેશભાઈ રમણભાઈ કથિરીયા સંયુક્ત પરિવારમાં રહે છે. તેનો દીકરો સાહિલ 11 મહિના પહેલા જ આઈટીના અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો. હાલ તે બીજી ટર્મમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં હોશિંયાર સાહિલ આઈટી બાદ તે કોર્ષ બદલીને સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવાનો હતો. આ અગાઉ ગત 29મીના રોજ તેઓ મિત્રો સાથે સિડનીના રોયલ નેશલ પાર્કમાં ફરવા ગયાં હતાં. જ્યાં ન્હાતી વખતે તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

પ્રભ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના . ૐ શાંતિ .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો