શહીદોને સલામ… રાજસ્થાનનાં 5 સપૂત શહીદ, રાતભર હીબકે ચઢ્યું ગામ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ પર ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં રાજસ્થાનનાં સપૂતોની સંખ્યા વધીને 5 થઇ ગઇ છે. મરુધરાનાં શહીદ જવાનોમાં કોટાનાં હેમરાજ મીણા, શાહપુરાનાં રોહિતાશ લાંબા અને ધૌલપુરનાં ભાગીરથ સિંહ, રાજસમંદનાં નારાયણ ગુર્જર અને ભરતપુરનાં જીતરામ સામેલ છે. જાણકારી પ્રમાણે પુલવામાનાં અવંતીપોરામાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર વિસ્ફોટરોથી ભરાયેલી ગાડીને સીઆરપીએફની બસની સાથે અથાડી હતી. આ બસમાં કુલ 44 જવાન સવાર હતાં. જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી હુમલો આતંકી આદિલ એહમદ ડારે કર્યો છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જયપુરનાં શાહપુરા પંચાયત સમિતિનાં ગામ ગોવિંદપુરા બાંસડી નિવાસી રોહિતાશ લાંબા પણ શહીદ થયા છે. ગામમાં જેવી આ ખબર પહોંચી ત્યારે આખા ગામમાં શોકની લહેર છવાઇ ગઇ હતી. રાતભર આખું ગામ જાગતું રહ્યું. (તસવીર-રોહિતાંશ લાંબા)

રાજસમંદનાં બિનોલ નિવાલી હેડ કોન્સ્ટેબલ નારાયણ લાલ ગુર્જર પણ આ આતંકી હુમલામાં શહીદ થયા છે.

ધૌલપુરનાં શહીદ ભાગીરથ સિંહ.

કોટનાં શહીદ હેમરાજ મીણા.

આતંકી હુમલામાં શહીદ થયેલા ભરતપુરનાં સપૂત જીતરામ ગુર્જર

હુમલમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પાર્થિવ દેહને શ્રીનગરથી દિલ્હી ખાતે લવાશે. દિલ્હીમાં જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. વડા પ્રધાન મોદી એરપોર્ટ પર જવાનોને શ્રદ્ધાંજલી આપશે. શના અમર જવાનોના શબ લાવવા માટે ઇન્ડિયન એરફોર્સ સી-17 ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટ તાજેરમાંજ શ્રીનગર રવાના થયું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો