હુમલામાં શહીદ થયેલા વીરેન્દ્રસિંહને અઢી વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, ગામ લોકો હિબકે ચઢ્યા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ શહીદ જવાનોને દેશના તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. હાલ આ તમામ શહીદોના પાર્થિવદેહને પોતાના માદરે વતન લવાયા હતા. તેમની અંતિમ વિધિ કરાઈ હતી. તેમાં હજારો લોકોની મેદની ઊમટી હતી. શહીદોની અંતિમ વિધિમાં ગામના લોકો અને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ હૃદય દ્વારાવક દ્રશ્યો જોઈને એક જ વાત મનમાં આવે છે કે શહીદની શહાદતને સલામ અને તેમના વિરહની વેદના સહન કરતા તેના પરિવારને લાખ લાખ સલામ.

શહીદોની અંતિમ યાત્રાની સફર …
પુલવામામાં શહીદ થયેલા જવાનોને પોતાના ઘરે લઈ જવાયા હતા. ત્યા તેમના અંતિમદર્શન માટે હજારો લોકોની મેદની ઉમટી હતી. ભારત માતા કી જય અને પાકિસ્તાન હાય હાયના નારા ગૂંજ્યા હતા.

દીકરાએ તેમને મુખાગ્નિ આપી
શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના રહેવાસી શહીદ વીરેન્દ્રસિંહ રાણાનો પાર્થિવ દેહ તેમના ગામ ખટીમા પહોંચતાં જ લોકો હિબકે ચઢ્યા હતા. રાજકીય સન્માનની સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. વીરેન્દ્ર સિંહના અઢી વર્ષના દીકરાએ તેમને મુખાગ્નિ આપી હતી.

દીકરીએ પિતાને સેલ્યૂટ કરી
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના એએસઆઈ મોહનલાલ રતૂડીનો પાર્થિવ દેહ દેહરાદૂન સ્થિત તેમના ઘરે પહોંચતા વાતાવરણ ગમગીન બન્યું હતું. તેમની દીકરીએ પિતાને સેલ્યૂટ કરી અને પિતાના દેહને એક નજરે જોઈ રહી હતી.

ઉત્તરપ્રદેશના મહારાજગંજના રહેવાસી શહીદ સીઆરપીએફ જવાન પંકજ ત્રિપાઠીનો દેહ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેમના ગામમાં હજારો લોકો ઉમટ્યા હતા. પરિવારના આ મુશ્કેલ સમયમાં તેમની પડખે હાજર રહ્યા હતા.

આ જવાનોની યાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને સમગ્ર ગામ અને પરિવારજનો હિબકે ચઢ્યા હતા. આ દૃશ્યો જોઈને ભલભલા માણસની આંખો ભીજાઈ જાય. કોઈક પોતાના વ્હાલસોયાને ગુમાવવાનું દર્દ ગામના લોકો અને પરિવારમાં દેખાયુ હતું. તો કોઈક જગ્યાએ નાના બાળકો પોતાના પિતાના વિરહમાં આંસુ સારતા જોવા મળ્યા હતા. હાલ આ તમામ લોકોની એકજ વાત છે. 40નો બદલો 400થી લો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો