પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો શહીદ પતિનો પાર્થિવ દેહ

હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં જ્યારે શહીદનો પાર્થિવ દેહ તેના નિવાસસ્થાને પહોંચ્યો તો તેના શહીદ પતિને એકીટસે પત્ની શ્વેતા નિહાળતી રહી અને પછી બેભાન થઈ ગઈ. પત્ની શ્વેતાને તે દિવસ કરવાચોથનું વ્રત હતું. વ્રતને લઈને બધી જ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ તેના એક દિવસ પહેલા જ તેનું સૌભાગ્ય લૂંટાઈ ગયું.

બે મહિનાની પ્રેગ્નન્ટ છે પત્ની શ્વેતા

– શહીદ બૃજેશની પત્ની શ્વેતા બે મહિનાની પ્રેગ્નન્ટ છે. બાળકનો ચહેરા જોતા પહેલાં જ બૃજેશ વીરગતિ પામ્યો.

– પતિના પાર્થિવ દેહને જોઈને પત્ની શ્વેતા અને તેના પરિવાર પર જાણે દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે.

– શહીદ બૃજેશનાં પરિવારમાં પત્ની શ્વેતા, મા ધ્રુવ દેવી, અને નાનો ભાઈ તેમજ 6 વર્ષની નાની દીકરી છે.

પતિના પાર્થિવ દેહને એકીટસે જોતી રહી શહીદની ગર્ભવતી પત્ની

15 વર્ષ પહેલા સેનામાં ભરતી થયો હતો બૃજેશ

– શનિવારે હેલિકોપ્ટર દ્વારા શહીદ બૃજેશનો પાર્થિવ દેહ તેના પૈતૃક ગામ નાનવી પહોંચ્યો, જ્યાં પરિવાર સહિત ગામના લોકોએ તેને ભીની આંખે અંતિમ વિદાય આપી.

– બૃજેશ 14 પંજાબ રેજિમેન્ટમાં 2003માં સેનામાં ભરતી જોડાયો હતો. તે જમ્મુ કાશ્મીરના શોપિયામાં તૈનાત હતો.

– બારામૂલા જિલ્લાના સોપોરના પજલપોરોમાં શુક્રવારે અથડામણ દરમિયાન આતંકવાદીઓની ગોળીથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

– ઘાયલ અવસ્થામાં તેને બાદામીબાગ સ્થિત આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બૃજેશ વીરગતિને પામ્યો.

शहीद को अंतिम विदाई देते हुए
शहीद बृजेश शर्मा का पैतृक गांव में हुआ अंतिम संस्कार

પ્રભુ એમાના આત્માને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો