ગુજરાતની સગીરા ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં અંધ બની ફ્લાઇટ પકડી પહોંચી ગઇ બિહાર, પ્રેમીને જોયા પછી ઉડી ગયા હોશ
વિકલાંગ ફેસબુક ફ્રેન્ડને પરણવા અંકલેશ્વરની એક સગીરા ફ્લાઈટમાં બિહારના પટના શહેરમાં પહોંચી હતી. જોકે લગ્ન દરમ્યાન ફિલ્મી ઢબે અંકલેશ્વર પોલીસે લગ્નની ચોરીમાં એન્ટ્રી કરી વિકલાંગ પ્રેમીની ધરપકડ કરી યુવતીનો કબ્જો પરિવારને સોંપ્યો હતો.
30 ઓગસ્ટની રાતે પટણાના કુમુદકુવા વિસ્તારમાં હાઈ વોલ્ટજ ડ્ર્રામાં જોવા મળ્યો હતો. જ્યાં લગ્નના મંડપમાંથી અંકલેશ્વર શહેર પોલીસે ફિલ્મી ઢબે દુલ્હાની ધરપકડ કરી હતી. સી.એ.નો અભ્યાસ કરતા વિકલાંક આકાશ જમુઆર પોતે વિકલાંગ હોવાની વાત છુપાવી અંકલેશ્વરની સગીરાને મળવા પટના બોલાવી હતી. પહેલીજ મુલાકાતમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. પોલીસ કે પરિવાર તેમના સુધી ન પહોંચે તે માટે યુવતીનો ફોન બંધ કરાવી લગ્નની તૈયારીઓ શરૂ કરી હતી. પરંતુ આકાશના ટેલિફોનિક સંપર્કોની ડિટેઇલના આધારે લોકેશન મેળવી છેલ્લી ઘડીએ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી.
અંકલેશ્વર સગીરાની ફેસબુક ઉપર આકાશ સાથે મિત્રતા બંધાઈ હતી. યુવતી પટના પહોંચી ત્યાં સુધી તેને આકાશ વિકલાંગ હોવાની માહિતી ન હતી પરંતુ એરપોર્ટ ઉપર બંને પગ કામ ન કરતા હોવા છતાં પ્રેમિકાને મળવા આવેલ આકાશ સગીરાને પ્રભાવિત કરી ગયો અને તેને વિકલાંગ સાથે પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આકશના પરિવારની મદદથી બંને લગ્ન કરવા તૈયારીઓ શરુ કરી હતી.
બીજી તરફ ઘરેથી ભાગેલી સગીરાને પરત લાવવા તેના પરિવારે અંકલેશ્વરમાં અપહરણ સહિતના ગુનાઓની ફરિયાદ નોંધાવતા ટીમ પટના રવાના કરાઈ હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ લગ્ન મંડપમાં પહોંચી હતી. જ્યાં લગ્નની વિધિ અટકાવી સગીરાનો કબ્જો મેળવાયો હતો જયારે વિકલાંગ પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

