ભોપાલની મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના પોઝિટિવ મહિલા સાથે સફાઇકર્મીએ કર્યો રેપ, દુષ્કર્મ બાદ મહિલાની તબિયત બગડતા થયું મોત

ભોપાલ મેમોરિયલ હૉસ્પિટલમાં કોરોના સંક્રમિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જૂના ભોપાલના કાજી કેમ્પમાં રહેતી મહિલા સાથે 6 એપ્રિલના રોજ BMHRC હૉસ્પિટલમાં દુષ્કર્મ થયું હતું. મહિલાએ તેની જાણકારી હૉસ્પિટલની નર્સોને આપી હતી. ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી. દુષ્કર્મની કલમ 376 હેઠળ કેસ દાખલ થયો, પરંતુ તેની જાણકારી એક મહિના બાદ પણ પરિવારજનોને ન આપવામાં આવી. જ્યારે ઘટનાની તરત બાદ પીડિતાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તે વેન્ટિલેટર પર જતી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેના આગામી દિવસે મહિલાનું મોત થઈ ગયું. 6 એપ્રિલે થયેલી આ ઘટના પર નિશાતપુરા પોલીસે કેસ દાખલ કરીને આરોપીને જેલ ભેગો કરી દીધો છે. આ આરોપી પર દુષ્કર્મની ઘટનાના બે દિવસ પહેલાં જ એક સંક્રમિત નર્સિંગ વિદ્યાર્થિની સાથે છેડછાડનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. 3 કે 4 એપ્રિલે ભોપાલ મેમોરિયલ હૉસ્પિટલમાં એક મહિલાને કોરોના થયા બાદ એડમિટ કરવામાં આવી હતી. એક પુરુષ સ્ટાફ 6 એપ્રિલે સવારે 4 વાગ્યે તેની રૂમમાં ગયો અને બોલ્યો ચેકઅપ કરવાનું છે.

પછી તે દર્દીના આખા શરીર પર ઉપરથી નીચે હાથ ફેરવવા લાગ્યો. દર્દીએ પૂછ્યું કે આ કઈ તપાસ છે? ત્યારબાદ તે મહિલાને બાથરૂમમાં લઈ ગયો અને બોલ્યો સલવાર ઉતારો. પછી પ્રાઇવેટ પાર્ટમાં અશ્લીલ હરકત કરવાં લાગ્યો. મહિલાએ તેને રોક્યો તો તે તેને બહાર લઈને આવ્યો. પછી મહિલાના બેડ પર આવ્યા બાદ શરીરને સ્પર્શ કરવા લાગ્યો અને પ્રાઇવેટ પાર્ટની તપાસ કરવાના નામ પર છેડછાડ કરવા લાગ્યો. દર્દીએ આ વાત હૉસ્પિટલની કૃષ્ણા બાઈને જણાવી અને પછી તેણે નર્સિંગ સ્ટાફ સિસ્ટર જિન્સીને જાણકારી આપી.

આ દરમિયાન આરોપી ત્યાંથી ભાગી ગયો. એવી એજ એક બીજી ઘટનાને આજ સફાઇકર્મીએ બે દિવસ પહેલાં પણ અંજામ આપ્યો હતો. તેણે હૉસ્પિટલની નર્સિંગ સ્ટાફ સાથે છેડછાડ કરી હતી. આ ઘટના 4 એપ્રિલના રોજ રૂમ નંબર 4ની છે. ત્યારે સફાઇકર્મી રાતે લગભગ 3:45 વાગ્યે રૂમમાં ગયો હતો. એ વખતે નર્સ સૂઈ રહી હતી. આરોપી મહિલાનું કાંડું પકડીને ચેક કરવા લાગ્યો. મહિલાની ઊંઘ ઊડી તો તેણે સફાઇકર્મીને પૂછ્યું કે આ શું કરી રહ્યા છો, તેના પર તે ચૂપ રહી ગયો અને તેની જાંઘને અડકવા લાગ્યો.

થોડીવાર બાદ કપડાં ઉતારવા લાગ્યો. આ બાબતે મહિલાએ ચીસો પાડી તો તે મોનિટર ચેક કરવા લાગ્યો અને જતો રહ્યો. દર્દીએ ઘટનાની જાણકારી વોર્ડના સ્ટાફને આપી. મહિલાએ જણાવ્યું કે આરોપીનું નામ સંતોષ છે. ઇન્વેસ્ટિગેશન અધિકારી સબ ઇન્સ્પેકટર બનવારી લાલના જણાવ્યા મુજબ, જાણકારી મળ્યા બાદ તેઓ PPE કીટ પહેરીને નિવેદન લેવા ગયા હતા, પરંતુ મહિલાની હાલત સારી નહોતી, એટલે નિવેદન ન લઈ શક્યા. હૉસ્પિટલ મેનેજમેન્ટે આ ઘટનાની જાણકારી મહિલાના પરિવારજનોને આપી નથી.

TI સાહેબ સાથે ચર્ચા કરશે કે મહિલાના પરિવારજનોને તેની જાણકારી આપવાની છે કે નહીં. આ ઘટનાની જાણકારી માટે BMHRCના ડાયરેક્ટર ડૉ. પ્રભા દેસીકન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. હવે કેટલાક સવાલ ઉઠે છે કે જો પત્ર પીડિતાનો બતાવીને હૉસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને આપ્યો છે તો શું તે અસલી હશે? પરિવારજનોને આ ઘટનાની જાણકારી ન આપવાની વાત પત્રમાં છે, પરંતુ તે નામ શા માટે છુપાવશે? આ ઘટના બાદ મહિલાની તબિયત એટલી તો શું બગડી કે તેને વેન્ટિલેટર સપોર્ટ લેવો પડ્યો? હૉસ્પિટલ મેનેજમેન્ટે મહિલા સાથેના દુષ્કર્મની વાત છુપાવી પરંતુ પોલીસે પણ મેનેજમેન્ટનો સાથ કેમ આપ્યો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો