આજે પણ દેશ ધર્મ અને જાતિઓના નામે વહેંચાયેલો છે, લોકોને ભારતીય હોવાનું નહીં પણ જાતિનું અભિમાનઃ સાધ્વી ઋતંભરા

સાધ્વી ઋતંભરા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોવા કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. તેઓએ પોતાના સહયોગીઓ સાથે સ્ટેચ્યૂની મુલાકાત લીધી હતી. જેમાં સૌપ્રથમ એક સામાન્ય પ્રવાસીઓની જેમ ટિકિટ બારી પર 380 રૂપિયાની ટિકિટ ખરીદીને ટિકિટ સ્કેન કરાવીને અંદર પ્રવેશ મેળવ્યો હતો. અને સંપૂર્ણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણમાં પુષ્પમાળા ચઢાવી નમન કર્યાં હતા. અને આ વિરાટ પ્રતિમાના દર્શન કરી ભાવુક થયા હતા.

સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં ઉભા રહીને કોઈ ટીકા ટિપ્પણી નહીં પણ દેશવાસીઓને આહવાન કર્યું કે, ભારત દેશમાં પહેલા રાજા રજવાડા જેમ છુટ્ટા છુટ્ટા હતા અને એકબીજાના વિરોધી હતા. તેમ છતાં જેમ સરદાર સાહેબે 562 એક કરી આખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેમ શું આજે આ દેશ એક છે. ભારત માતાના આટલી મોટી સંખ્યામાં સપૂતો એક છે. આજે પણ આપણે મતમતાંતરોમાં વહેંચાયેલા છે, આજે પણ આપણે ધર્મ, જાતિ અને જુદા-જુદા સંપ્રદાયોના નામે વહેંચાયેલા છે, ધર્મના વાડાઓ અને જાતિગત વાડાઓ એક થવા દેતા નથી. આ જોઈને સરદાર સાહેબનો આત્મા પણ દુઃખી થઇ રહ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે આપણને જાતિનું આભિમાન છે, પણ કોઈને ભારતીય હોવાનું આભિમાન નથી. આપણા ઈશ્વરના રૂપ પણ અલગ અને નામ પણ અલગ-અલગ છે જોકે તમામની મંજિલ એક જ છે, પરંતુ ધર્મ જાતિઓના નામે વહેંચાયેલા દેશને જોઈ ભારતમાતાને પણ દુઃખ થાય છે. જો ખરેખર સરદાર સાહેબની આટલી મોટી પ્રતિમા બની છે, જેનું ગૌરવ હોય તો તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા જતી ધર્મ છોડી એક ભારતીય થવું જરૂરી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ સાઘ્વી ઋતંભરાએ સવારે નવાગામ પાસે કેટલાક બાળકો ઠંડીમાં ઠુંઠવાતાં જોયા હતા. જેમણે તુરંત જ ગાડી ઉભી રાખી અને સ્થાનિક આદિવાસીઓમાં ધાબળાનું વિતરણ કર્યું હતું. સેવા યજ્ઞ ચલાવતા સાધ્વીજી હંમેશા જરૂરિયાતનો સમાન પોતાની ગાડીમાં રાખી મૂકી રાખે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં સેવા કરવા દાન કરવા તરત ઉભા રહી દાન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો