કોરોના વેક્સીનની રેસમાં રશિયા નંબર 1 – સરકારોને પાછળ છોડીને રશિયાની યુનિવર્સિટીએ તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા, હવે માર્કેટમાં લાવવાની તૈયારી

રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. તેનું નામ Gam-COVID-Vac Lyo રાખવામાં આવ્યું છે.યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, મનુષ્ય પર વેક્સીનનું ટ્રાયલ સફળ રહ્યું છે. સેચનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર બોર્ન ડિસીઝના ડાયરેકટર એલેકઝેંડર લુકાશેવ જણાવ્યા પ્રમાણે, અમારો ઉદ્દેશ મનુષ્યના રક્ષણ માટે કોવિડ-19ની વેક્સીનને સફળતાપૂર્વક તૈયાર કરવાનો હતો.”

એલેકઝેંડરના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાના હિસાબથી વેક્સીનની તપાસ કરવામાં આવી છે. તેને ટૂંક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે,

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટ્રાયલ સફળ રહ્યું

ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સલેશન મેડિસિન એન્ડ બાયોટેકનોલોજીના ડાયરેક્ટર વદિમ તરાસોવના અનુસાર, ગેમલી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી વેક્સીન તૈયાર કરી છે. સેચેનોવ યુનિવર્સિટીએ 18 જૂને ટ્રાયલ શરૂ કર્યું હતું. જે સફળ રહ્યું છે.રશિયાની ન્યૂઝ એજન્સી TASSના અનુસાર, વેક્સીનનું પ્રથમ ટ્રાયલ 18 જૂનના રોજ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં 18 વોલન્ટીયર્સ સામેલ થયા હતા. બીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત 23 જૂને થઈ હતી, જેમાં 20 વોલન્ટીયર્સને વેક્સીન આપવામાં આવી હતી.

રશિયાના રક્ષા મંત્રાલય અનુસાર, વેક્સીનમાં વોલન્ટીયર્સના જૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ટ્રાયલ 15 જુલાઈએ પૂર્ણ થશે. 13 જુલાઈએ બીજા જૂથના વોલન્ટીયર્સમાં વેક્સીનનો બીજો ભાગ ઈન્જેક્ટ કરવામાં આવશે. જે તેમને લાંબા સમય સુધી ઈમ્યુનિટી આપશે.

રક્ષા મંત્રાલયના અનુસાર, 50 લોકોવાળા ટ્રાયલના પહેલા જૂથમાં મોટાભાગના લોકો સર્વિસમેનનો સમાવેશ થયો હતો. તે ઉપરાંત 5 મહિલાઓ અને 10 હેલ્થ વર્કરોને પણ આ જૂથમાં રાખવામાં આવ્યા હતા. બીજા જૂથમાં શહેરના નાગરિકોનો સમાવેશ થાય છે.

રશિયાએ કોવિડ-19ની દવા ‘કોરોનાવિર’ બનાવી

તાજેતરમાં રશિયાની ફાર્મા કંપનીએ આર-ફાર્માએ કોવિડ-19ની સારવાર માટે નવી દવા પણ તૈયાર કરી છે. નવી એન્ટિવાઈરલ દવાનું નામ કોરોનાવિર રાખવામાં આવ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ બાદ દવાને કોવિડ-19ના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે, આ દવા કોરોનાના દર્દીઓ પર વધારે અસરકારક રીતે કામ કરે છે. કોરોનાવિર વાઈરસના રેપ્લિકેશન (વાઈરસની સંખ્યામાં વધારો)ને અટકાવે છે.

કંપનીનો દાવો, તે વાઈરસને જડમૂળથી નાશ કરે છે

કંપનીનો દાવો છે કે, કોરોનાવિર દેશની પહેલી એવી દવા છે જે સંપૂર્ણ રીતે કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે છે. કોરોના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે પરંતુ સમસ્યાનું મૂળ કારણ વાઈરસ છે. સંક્રમિત દર્દીઓમાં આ દવા વાઈરસની વધતી સંખ્યાને અટકાવે છે.

55 ટકા સુધારો જોવા મળ્યો

રશિયાની ફાર્મા કંપની આર-ફાર્માના અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોરોનાવિર અને બીજી થેરેપી-દવા લઈ રહેલા કોવિડ-19ના દર્દીઓની તુલના કરવામાં આવી. રિપોર્ટમાં સામે આવ્યું કે, બીજી દવા અને થેરેપીની સરખામણીએ નવી દવા લેતા દર્દીઓમાં 55 વધુ સુધારો જોવા મળ્યો છે.

કંપનીનો દાવો છે કે, આ દવા કોવિડ-19ના લક્ષણો પર ફોકસ કરવાની જગ્યાએ બીમારીને ટાર્ગેટ કરે છે. દર્દીઓને આ દવા આપ્યાના 14 દિવસ બાદ તફાવતને સમજવામાં આવ્યો. ક્લિનિક ટ્રાયલમાં સામે આવ્યું કે કોરોનાવિર આપ્યાના પાંચમા દિવસે 77.5 ટકા દર્દીઓમાં કોરોનાવાઈરસ જોવા મળ્યો હતો નહીં.

18 જૂને શરૂ થયું હતું વેક્સીનનું ટ્રાયલ

યુનિવર્સિટીએ વેક્સીનનું ટ્રાયલ 18 જૂનના રોજ શરૂ કર્યું હતું. તેને રશિયાના રક્ષા મંત્રાલય અને ગામલેઈ નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજીની સાથે તૈયાર કરવામાં આવી છે. રશિયાના રક્ષા મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ટ્રાયલમાં સામેલ થનારા તમામ વોલન્ટીયર્સ સારું અનુભવી રહ્યા હતા. તેમને કોઈ પ્રકારની આડઅસર થઈ નથી. તેઓ બુરડેંકો મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં રિસર્ચ પ્રોટોકલનું સંપૂર્ણ રીતે પાલન થયું.

મોર્ડના કંપનીએ પણ વેક્સીનનું ટ્રાયલ મનુષ્ય પર કર્યું છે

અમેરિકાની કંપની મોર્ડના પણ વેક્સીન પર મનુષ્ય પર ટ્રાયલ કર્યું છે. કંપનીએ વેક્સીન માટે જરૂરી જેનેટિક કોડ મેળવવાથી લઈને મનુષ્ય પર ટ્રાયલ સુધીની સફર માત્ર 42 દિવસમાં પૂર્ણ કરી હતી. પહેલી વખત તેને પ્રાણીઓ પહેલા મનુષ્ય પર ટ્રાયલ શરૂ કર્યું હતું. 16 માર્ચે સિએટલની કૈઝર પરમેન્ટે રિસર્ચ ફેસિલિટીમાં સૌથી પહેલા આ વેક્સીન બે બાળકોની માતા 43 વર્ષની જેનિફર નામની મહિલાને આપવામાં આવી હતી. પહેલા ટ્રાયલમાં 18થી 55 વર્ષની ઉંમરના 45 સ્વસ્થ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો